Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો*

October 8, 2023
        208
ફતેપુરા તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો*

યાસીન ભાભોર :- ફતેપુરા

ફતેપુરા તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો*

ફતેપુરા તા. ૮

તારીખ 7 ઓક્ટોબર 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખના ભરત મગન પારગીના અધ્યક્ષ સ્થાને અને ફતેપુરા 129 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારા તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એન ડી અસારી ની ઉપસ્થિતિ ફતેપુરા તાલુકાના સ્વ સહાય જૂથોનો ફતેપુરા તાલુકા પંચાયત મંગલમ શાખા દ્વારા કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

જેમાં દાહોદ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ડિરેક્ટર એલ એસ સુવર, ફતેપુરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ,બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બલૈયા શાખાના મેનેજર તેમજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની મિશન મંગલમ શાખા તેમજ અન્ય શાખાઓના કર્મચારીઓ તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સરપંચો તેમજ મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા

ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી,ઉપસ્થિત તમામ મહાનુભવોનું પુષ્પગુચ્છ આપી અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું

ત્યારબાદ તાલુકા પ્રમુખ ધારાસભ્ય તેમજ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિવિધ સ્વ સહાયના જૂથોને વિવિધ રકમોના ચેકો વિતરણ કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી ખેતી એમ.બી.બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન મિશન મંગલમ શાખા ના ટીએલએમ દ્વારા કરવામાં આવ્યું હતું.

અંતે મિશન મંગલમ શાખાના ટીએલએમ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!