સંજેલી પંચાયત ખાતે યોજાયલી ગ્રામસભામાં વિવિધ રજૂઆતો સાથે ગ્રામજનોનો હોબાળો:ડેપ્યુટી સરપંચ સહિતના ગેરહાજર સભ્યોને નોટિસ ફટકારવા ઠરાવ કરાયો..
નલ શે જળ યોજનાની અધુરી કામગીરી,કોન્ટ્રાક્ટર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવા ઉગ્ર રજૂઆત.
ગૌચર જમીન પર થયેલ તમામ દબાણો ખુલ્લા કરો:જલ સે નલ યોજનાના 3 કુવા ગાયબ થતા જુના કુવા પર કનેકશનના આક્ષેપો.
સંજેલી તા.04
સંજેલી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પંચાયત દ્વારા નલ સે જલ યોજનાની 20% ની કામગીરી પૂર્ણ થતા સામે 60% રકમ ચૂકવી દેતા કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવા ગ્રામજનોની ઉગ્ર રજૂઆત ગૌચર પરના દબાણો ખુલ્લા કરવા ગેરહાજર ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોએ નોટિસ ફટકારવા ચામડિયા ફળિયા પીપળા તરફનો ગટર સાથે નો રસ્તો બનાવવા. ઉર્દુ નિશાળના ઓરડા બનાવવા સબ સેન્ટર ની જગ્યા ફાળવવા સાફ-સફાઈ સ્ટેટ લાઈટ સહિતના 16 મુદ્દાઓ સાથે ગ્રામજનો ની ધારદાર રજૂઆત સાથે ગ્રામ સભા પૂર્ણ થઈ હતી.
સંજેલી ગ્રામ પંચાયત ખાતે બીજી ઓક્ટોબરને ગાંધી જયંતિ નિમિત્તે સરપંચ ની અધ્યક્ષ સ્થાની અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાય હતી જેમાં 12 સભ્યોમાંથી ડેપ્યુટી સરપંચ સહિત11 સભ્યો ગેરહાજર રહ્યા હતા. સંજેલી ગ્રામ પંચાયતમાં નલ સે જળ યોજના હેઠળ 20% ની કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ સરપંચ પોતાની મનમાની અને સત્તા વાપરી નિયમોને નેવે મૂકી ગામમાં લોકોને પાણી મળે કે ન મળે પરંતુ અમારા ખીસ્સા ભરાવવા જોઈએ તેવા નિર્ણયો અને અધિકારીઓને ખિસ્સામાં લઈ ફરતા હોવાનો રોફ જમાવી. પાણી સમિતિ કે સભ્યોને જાણ કર્યા વિના જ બારોબાર ૬૦ ટકા. એક કરોડ સાઇઠ લાખ જેટલી જેટલી રકમ ચૂકવી દેતા ગ્રામજનો દ્વારા તું તું મેના દ્રશ્યો સર્જાયા હતા અને કોન્ટ્રાક્ટર સામે 420 નો ગુનો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી ગ્રામસભા પૂર્ણ થયા બાદ પણ ગ્રામજનો ગુનો દાખલ કરવા માટે સરપંચ તલાટીને ઘેરીને બેસી રહ્યા. મોટાભાગની તમામ સભાઓમાં ગ્રામ પંચાયતના સભ્યો ગેરહાજર જ હોય છે ગેરહાજર સભ્યોને નોટિસ ફટકારી કાર્યવાહી કરવા. ઉર્દુ પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ બનાવવા.ચામડિયા ફળિયા પીપળી રોડ તરફ પટેલ આરો તરફનો નાની સંજેલી ચોકડી સુધી તેમજ નવા બસ સ્ટેન્ડ થી જુના બસ સ્ટેશન સુધી ગટર સાથે નો રસ્તો બનાવવા.જાહેર જગ્યા પર કચરો નાખનાર ને 500 નો દંડ. બસ સ્ટેશન નજીકથી કચરાનો નિકાલ અન્ય જગ્યાએ કરવા. તેમજ દરરોજ નગરમાં સાફ-સફાઈ કરવા. સમયસર ડોર ટુ ડોર કલેક્શન માટે ટ્રેક્ટર ફેરવવા હોળી ફળિયા વિસ્તારમાં નવીન આંગણવાડી બનાવવા. સંજેલી ગ્રામ પંચાયત વિસ્તાર માં ગૌચર પર થયેલા દવાણો માપણી ફી ભરી દબાણો ખુલ્લા કરી હદ નિશાન કરી પર તે વાડ કરી કબજો મેળવવા નાની સંજેલી ચોકડી બાય પાસ રોડ તેમજ નગરમાં સ્ટેટ લાઈટ નાખવા સહિતની ગ્રામજનોની ઉગ્રહ રજૂઆત સાથે ગ્રામ સભા ના 16 જેટલા ઠરાવો સાથે સંપૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ પણ મોટાભાગના ગ્રામજનો સરપંચ તલાટી પાસે નલ શે જળ યોજના ના કોન્ટ્રાક્ટર સામે 420 ગુનો દાખલ કરવા માટે બેસી રહ્યા હતા.