
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના અંતર્ગત કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો.
ગરબાડા તા. ૩
રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વ સહાય જૂથ હેઠળ સંગઠિત બનેલી બહેનોની આર્થિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા કેશ ક્રેડીટ આપવામાં આવે છે. જે અન્વયે ગરબાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ અંતર્ગત SVEP અંતર્ગત ગરબાડા તાલુકાના ૪૯૫ જેટલા સખી મંડળો દ્વારા ૧૬૯૮ જેટલા ઉધમોનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં ૯ ગ્રુપ એન્ટરપ્રાઈઝ નું નિર્માણ કરવામાં આવેલ છે તથા નેશનલ રૂરલ ઇકોનોમિકલટ્રાન્સફોર્મેસન પ્રોજેક્ટ અંતર્ગત સખી મંડળ દ્વારા નાના ઉદ્યોગો સ્થાપિત કરી સ્થાનિક સ્તરે કાયમી આજીવિકા મેળવી પગભર થઈ શકે તે હેતુસર ગરબાડા તાલુકામાં રું.૬૧ લાખનું મ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવવામાં આવેલ છે તેમજ સ્ટેજ પર ૬ સખી મંડળોને ૭.૫૦ લાખના ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, ગરબાડા તાલુકા વિકાસ અધિકારી,તાલુકા સભ્યો,જિલ્લા સભ્યો,સખી મંડળના સભ્યો, વિવિધ બેન્કોના મેનેજર તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.