સંજેલી નગરમાં શ્રીરામ ભક્ત દ્વારા શોર્યયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું..
બજરંગ દળ ના 60 વર્ષ પૂર્ણ થતા શોર્ય યાત્રાનું કરવામાં આયોજન કરાયું
રથને ફુલહાર ચડાવી શ્રીરામ ભક્તોએ કર્યું સ્વાગત.
સંજેલી તા.02
સંજેલી વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ યાત્રાનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીરામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
સંજેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ શોર્ય યાત્રાનું શ્રીરામ ભક્તો દ્વારા તાલુકાના વિસ્તારોમાં આગમન થતા ની સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બજરંગ દળ શોર્ય યાત્રા સંજેલી નગરમાં પ્રવેશ થતા સંજેલી અનાજ માર્કેટ આગળ આવી પહોંચતા ફુલહારથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નગરમાં ના પુષ્પ સાગર તળાવ પર આવેલ ખોડીયાર મંદિર ખાતે સભા કરવામાં આવી હતી જે બાદ નગરમાં વિવિધ વિસ્તારમાં પસાર થઈ જય જય શ્રી રામ ના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વર્ષ પૂર્ણ થતા બજરંગ દળ શૌર્ય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શોર્ય યાત્રા દરમિયાન પોલીસના વાહનો નો મોટો કાફલા સહિત પોલીસ કર્મીઓ દ્વારા યાત્રાના રોડ ઉપર અનેક જગ્યા ઉપર પોલીસ દ્રારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો..