Sunday, 08/09/2024
Dark Mode

સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર  સંભાળ્યો…                 

September 20, 2023
        887
સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર  સંભાળ્યો…                 

સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર  સંભાળ્યો…                 

સીંગવડ તા. ૨૦

સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર  સંભાળ્યો...                 

સિંગવડ તાલુકા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખ બન્યા પછી આજ રોજ  તાલુકા પંચાયત ખાતે પંડિત દ્વારા  શાસ્ત્રોકત વિધિ કરી પૂજા કરી ને લીમખેડા ના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી ભાજપના સનિષ્ઠ કાર્યકાર  એન ડી પટેલ કરણસિંહ વણઝારા ભરતભાઈ ભાભોર માજી પ્રમુખ કાંતાબેન ડામોર તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ચૌહાણ માજી સરપંચ જીવણભાઈ વહુનીયા તથા સિંગવડ તાલુકાના સરપંચશ્રી ઓ તલાટી કમ મંત્રીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દ્વારા પ્રમુખ ગોવિંદભાઈ વહુનીયા ને  પ્રમુખની ખુરશી પર બેસાડી ફૂલહાર કરી સાલ ઓઢાડી ને પેંડા ખવડાવી મો મીઠું કરવામાં આવ્યું હતું જ્યારે ઉપપ્રમુખ શ્રુતિ બેન ડામોરને પણ ધારાસભ્ય દ્વારા તેમની ખુરશી પર બેસાડી ફૂલહાર કરી સાલ ઓઢાડી પેંડા ખવડાવી મો મીઠું કરવામાં આવ્યું હતું જ્યારે બંનેને સારી રીતે તાલુકાના કામ કરવા જણાવ્યું હતું ત્યાર પછી ધારાસભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગામડામાં વરસાદના લીધે પડેલા ઘરો કે જે નુકસાન થયું હોય તેવા સર્વે ફટાફટ કરાવી અને તેમને જે તે નુકસાન થયેલા છે તેમને નુકસાની અપાવવા માટે જણાવ્યું હતું સાથે સાથે તાલુકા  વિકાસ અધિકારીને તાલુકા પંચાયત ઓફિસ નો સ્ટાફ સમયસર નહીં આવવાની  બૂમો અને લોકોના કામો નહીં કરવા માટે બૂમો ઊઠવા પામી છે તે માટે પણ તે અધિકારીઓ ટાઈમ ટુ ટાઈમ આવે અને લોકોના કામો કરવા  માટે તાકીદ કરવામાં આવ્યું હતું                                                                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!