Sunday, 08/09/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં વધારે વરસાદ વરસતા ભમરેચી માતાના મંદિરે મુકેલા ચાર જેટલા ગલ્લાઓ પાણીમાં તણાઈ ગયા હતા જ્યારે  કબૂતરી નદી ઉપર બનાવેલા નાળુ ધોવાઈ ગયું હતું.

September 19, 2023
        3683
સિંગવડ તાલુકામાં વધારે વરસાદ વરસતા ભમરેચી માતાના મંદિરે મુકેલા ચાર જેટલા ગલ્લાઓ પાણીમાં તણાઈ ગયા હતા જ્યારે  કબૂતરી નદી ઉપર બનાવેલા નાળુ ધોવાઈ ગયું હતું.

કલ્પેશ શાહ  :-  સિંગવડ    

સિંગવડ તાલુકામાં વધારે વરસાદ વરસતા ભમરેચી માતાના મંદિરે મુકેલા ચાર જેટલા ગલ્લાઓ પાણીમાં તણાઈ ગયા હતા જ્યારે  કબૂતરી નદી ઉપર બનાવેલા નાળુ ધોવાઈ ગયું હતું.

સીંગવડ તા. ૧૯                                 

સિંગવડ તાલુકામાં વધારે વરસાદ વરસતા કબુતરી નદીમાં વધારે પાણી આવી જતા મા ભમરેચી ના કિનારે પોતાની રોજી રોટી  રળતા ઘણા લારી ગલ્લાવાળા લોકો જે નારિયેળ અગરબત્તી ફૂલહાર વગેરે ધંધો કરતા હોય છે જે મંદિરે જતા ભક્તોનો ઉપયોગી વસ્તુઓ રાખતા હોય છે  આ વરસાદના પાણી વધારે પડવાના લીધે જે કબૂતરી નદીમાં વધારે પડતો પાણીનો પ્રવાહ આવતા  ભમરેચી માતાના કિનારે રાખેલા લારી ગલ્લાઓ પાણીમાં તણાઈ ગયા હતા જ્યારે આ લારી ગલ્લાઓ તણાઈ જતા તેમને નુકસાન થવા પામ્યું હતું જ્યારે વધારે વરસાદ પડવાના લીધે મા ભમરેચી પર જવાના રસ્તા ઉપર નાળા પર ધોવાણ થઈ જતા આ રસ્તાને બે દિવસ બંધ રાખવાનો વારો આવ્યો હતો જેના લીધે વડા પીપળા કાળિયા રાય માતાના પાલ્લા મંડેર હાંડી અગારા પાતા વગેરે ગામના લોકોને જવા માટે મંડેર ઘાટા પર ફરીને જવાનો વારો આવ્યો હતો જ્યારે નદીમાં પાણી ઓછું થતાં આ ધોવાઈ ગયેલા નાળા ઉપર કાંકરી નાખીને પૂરન કરવામાં આવ્યું હતું જ્યારે આ રસ્તા ઉપર કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે કે રાઠોડ તથા તેમના સ્ટાફ દ્વારા રાત દિવસ માણસ મૂકવામાં આવ્યા હતા અને સાથે તૂટેલા રસ્તાને પણ ફટાફટ રીપેર કરાવીને ચાલુ કરવામાં આવ્યો હતો જ્યારે રણધીપુર પોલીસ દ્વારા રસ્તા ઉપર પડેલા ઝાડો પણ ફટાફટ કપાવીને તેને ત્યાંથી હટાવવામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!