Thursday, 24/10/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં બીજા દિવસે પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત,ઠેક-ઠેકાણે વૃક્ષો ધરાસાયી..  દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજળી ડૂલ થતા એમજીવીસીએલ ના ફોન રણકતા રહ્યા, કેટલાક ઠેકાણે કલાકો થી અંધારપટની પરિસ્થતિ….

September 17, 2023
        796
દાહોદ જિલ્લામાં બીજા દિવસે પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત,ઠેક-ઠેકાણે વૃક્ષો ધરાસાયી..   દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજળી ડૂલ થતા એમજીવીસીએલ ના ફોન રણકતા રહ્યા, કેટલાક ઠેકાણે કલાકો થી અંધારપટની પરિસ્થતિ….

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં બીજા દિવસે પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત,ઠેક-ઠેકાણે વૃક્ષો ધરાસાયી..

દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજળી ડૂલ થતા એમજીવીસીએલ ના ફોન રણકતા રહ્યા, કેટલાક ઠેકાણે કલાકો થી અંધારપટની પરિસ્થતિ….

સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર ખડેપગે રાઉન્ડ કામગીરી કરી, નદી તળાવ કોતરોમાં ભારે વરસાદના પગલે પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળ્યા..

બીજા દિવસે લીમખેડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, હડફ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું..

દાહોદ તા.17

દાહોદ જિલ્લામાં બીજા દિવસે પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત,ઠેક-ઠેકાણે વૃક્ષો ધરાસાયી..  દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજળી ડૂલ થતા એમજીવીસીએલ ના ફોન રણકતા રહ્યા, કેટલાક ઠેકાણે કલાકો થી અંધારપટની પરિસ્થતિ.... દાહોદ જિલ્લામાં બીજા દિવસે પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત,ઠેક-ઠેકાણે વૃક્ષો ધરાસાયી..  દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજળી ડૂલ થતા એમજીવીસીએલ ના ફોન રણકતા રહ્યા, કેટલાક ઠેકાણે કલાકો થી અંધારપટની પરિસ્થતિ.... દાહોદ જિલ્લામાં બીજા દિવસે પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત,ઠેક-ઠેકાણે વૃક્ષો ધરાસાયી..  દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજળી ડૂલ થતા એમજીવીસીએલ ના ફોન રણકતા રહ્યા, કેટલાક ઠેકાણે કલાકો થી અંધારપટની પરિસ્થતિ....

 દાહોદ જિલ્લામાં વીતેલા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું છે. દાહોદ શહેર સહિત તાલુકા મથકોમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાસાયી થતાં કેટલીક જગ્યાએ આંતરિયાળ વિસ્તારોને જોડતા માર્ગ બંધ થતા ઈમરજન્સી સેવાઓને પણ માઠી અસર પડી હતી. તો બીજી તરફ ભારે વરસાદના પગલે શહેરના વિવિધ વિસ્તારો તેમજ તાલુકા મથકોમાં વીજ લાઈનમાં ફોલ્ટ આવતા દિવસ દરમિયાન એમજીવીસીએલની કચેરીના ફોન રણકતા જોવા મળ્યા હતા.તો કેટલાક ઠેકાણે કલાકો થી વીજળી ડૂલ થતાં લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પંથકમાં ભારે વરસાદના પગલે બે મકાનો પણ ધરાશાયી થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.તો લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા એક દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ કરી શાળાઓમાં એક દિવસથી રજા જાહેર કરી દેવામાં આવી હતી. શહેર છે જિલ્લા ભરના તમામ ડેમો પૂર્ણ સપાટીથી ઓવરફ્લો થતા નદી નાળા, તળાવો કોતરોમાંથી પાણીના ધસમસતા પ્રવાહના પગલે કેટલાક માર્ગો પણ બંધ થઈ જવા પામ્યા હતા. કેટલાક સ્થળોએ ભયજનક રીતે પાણીના પ્રવાહના પગલે સ્થાનિક પોલીસ દ્વારા બેરીકેટીંગ કરી માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. તો કેટલાક સ્થાને સંખ્યાબંધ વૃક્ષો ધરાસાયી થતાં વહીવટી તંત્ર પહોંચે તે પહેલા પોલીસ તંત્ર દ્વારા વૃક્ષને કાપી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી પણ જોવા મળી હતી. દાહોદ જિલ્લામાં વીતેલા 36 કલાકમાં ફતેપુરા માં 196 મી.મી ઝાલોદમાં 221 મી. મી.લીમખેડામાં 337 મી.મી , દાહોદમાં 300 મી.મી ગરબાડામાં ૨૧૯ મી.મી 205 મી.મી.ધાનપુરમાં 160.મી.મી સંજેલીમાં 177 મી.મી તેમજ સિંગવડમાં 203 મી.મી વરસાદ નોંધાવા પામ્યું છે.

દાહોદ જિલ્લામાં બીજા દિવસે પણ ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત,ઠેક-ઠેકાણે વૃક્ષો ધરાસાયી..  દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજળી ડૂલ થતા એમજીવીસીએલ ના ફોન રણકતા રહ્યા, કેટલાક ઠેકાણે કલાકો થી અંધારપટની પરિસ્થતિ....

જેના પગલે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ગ્રાહકોને બચાવ કામગીરીમાં વિઘ્ન નડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજીના હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લાને રેડ ઝોનમાં સામેલ કરી આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે કલેકટર ડોક્ટર હર્ષિત ગોસાવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર બ્રિગેડ, SDRF ના જવાનો તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!