સંજેલી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર ટોળાનો હુમલો:27 લોકો સામે નામજોગ ગુનો દાખલ…
જંગલ ખાતાના કર્મચારીઓને ગડદાપાટુનો માર મારી સરકારી ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ નોંધાઈ..
સંજેલી જંગલમાં ગેરકાયદેસર લાકડા કાપતી મહિલાઓને વન વિભાગ દ્વારા પકડતાં ટોળાઓએ
હુમલો કરીયો.27 સામે ફરિયાદ દાખલ કરાઈ.
સંજેલી તાલુકાના તરકડામહુડીના જંગલમાં લાકડા કાપતી મહિલાઓને પકડતાં ટોળાનો હુમલો વન વિભાગ કર્મચારીઓને બંધક બનાવ્યા.
સંજેલી તા.16
સંજેલી તાલુકાના તરકાડા મહુડી ગામના જંગલમાં લાકડા કાપતી મહિલાઓને પકડતા વન વિભાગ કર્મચારીઓ પર ટોળાએ હૂમલો કરી કર્મચારીઓને બંધક બનાવ્યા હતાં.
સંજેલી પોલીસે 27ના ટોળા ગામે ગુનો દાખલ કર્યો છે. સંજેલી વન વિભાગના વનપાલ મેહુલભાઈ પટેલ, વન રક્ષક દેવેન્દ્રભાઇ,સુવર, સાવિત્રીબેન ડામોર,રોજમદાર. હરેશભાઈ બારિયા,સુનિલભાઈ મકવાણા,દરસિંગ બિલવાલ અને જયદીપ તાવીયાડ ફૂટ પેટ્રોલિંગમાં હતા ત્યારે જંગલમાં લાકડા કાપતી મહિલાઓ પૈકી સંતરામપુર તાલુકાના ગાડિયા ગામની પાર્વતીબેન કલાસવાને પકડી હતી જ્યારે અન્ય મહિલાઓ ભાગી છૂટી હતી થોડીવારમાં લાકડીઓ લઇને ઘસી આવેલા ટોળાએ મારામારી શરૂ કરી હતી. નવ કર્મચારીઓને ગઢડા પાટુનો માર મારવા સાથે તેમને બંધક બનાવી રાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી
ઘટનાની જાણ થતા અડધા કલાકમાં અન્ય વન વિભાગ કર્મચારીઓ અને પોલીસ આવતાં હુમલાખોર ટોળાએ નાશ ભાગ કરી મૂકી હતી પીછો કરતા ટોળો પૈકીના ગાડીયા ગામના ચુનાભાઈ કલાસવા કલાસવા સુમનબેન કલાસવા અને શૈલેષ કલાસવા અને પાર્વતીબેન કલાસવાને પકડી પાડ્યા હતા ઘટનાને પગલે પોલીસ પણ ઘસી ગઈ હતી આ બનાવ અંગે મેહુલભાઈ પટેલે સંજેલી પોલીસ માટે કે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સરકારી હુમલો કરનારા 27 સામે ગુનો દાખલ કર્યો અને આગળની તપાસ હાથ ધરી હતી..