સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ સ્ટોરેજ યુનિટ ચાલુ કરવા સામૂહિક માંગો ઉઠી…

Editor Dahod Live
2 Min Read

સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ સ્ટોરેજ યુનિટ ચાલુ કરવા સામૂહિક માંગો ઉઠી…

સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ સ્ટોરેજ યુનિટ ચાલુ કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે.

સીંગવડ તા. ૧૪       

  સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સિંગવડ તાલુકાના આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા હોય તેમાં એક મોટું સામૂહિક  આરોગ્ય કેન્દ્ર સિગવડ માં હોય અને આ સામૂહિક આરોગ્ય  કેન્દ્રમાં ઘણા બધા દર્દીઓ અને સગભૉ માતાઓ ગામડાઓમાંથી દૂર દૂરથી તપાસ કરવા આવતા હોય છે જ્યારે ઘણા દર્દીઓને લોહી ઓછું હોવાના કારણે ઘણા દર્દીઓનું મૃત્યુ લોહીના લીધે થતું હોય છે જો સીંગવડ ના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ બેન્ક કે બ્લડ સ્ટોરેજ યુનિટ આપવામાં આવે તો સિંગવડ તાલુકાના ઘણા લોકોને ખૂબ ઉપયોગ થઈ શકે અને દર્દીઓને મૃત્યુ થતા અટકી શકે તેમ છે જ્યારે બ્લડ માટે દાહોદ કે ગોધરા સુધી લાંબુ થવું પડતું હોય છે જ્યારે આ બ્લડ બેન્ક કે બ્લડ સ્ટોરેજ નું યુનિટ માટે લાગતા વળગતા અધિકારી તથા સ્થાનિક નેતાઓ દ્વારા રસ લઈને  સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવે તેવી દર્દીઓની માંગ છે તેને પૂરી કરવામાં આવે તો દર્દીઓનું જીવ બચાવી શકાય અને ગામડાના ગરીબ દર્દીઓ ને આ લોહી ઉપયોગી થાય તેમ છે જ્યારે બ્લડ બેન્ક અહીંયા ચાલુ થાય તો ગામડાના લોકો પણ બ્લડ આપવા માટે પ્રેરિત થાય અને બ્લડ બેન્ક પણ સારી ચાલી શકે તેમ તેમ છે માટે આ બ્લડ બેન્ક કે બ્લડ યુનિટ આપવામાં આવે તેવી પ્રજાની માંગ છે..

Share This Article