સિંગવડ તાલુકાના મેથાણ ગામે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ…
અમુક લોકો દ્વારા કરવામાં આવતા મેથાણ ગામના અરજદારો દ્વારા અરજીઓ કરાઈ.
સીગવડ તા. ૧૪
સિંગવડ તાલુકાના મેથાણ ગામે મનરેગા યોજના અમુક લોકો દ્વારા એજન્સીઓ ની મિલીભગતથી કરોડો રૂપિયા ના સરકારી કામો કરવામાં આવ્યા જેમાં ચેકડેમ કેટલ શેડ સ્ટોન બંધ આરસીસી રોડ વગેરે કામો કર્યા વગર બારોબાર એજન્સી માં રૂપિયા નાખીને રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા જેના લીધે મેથાણ ગામના ખાતેદારો દ્વારા દાહોદ કલેકટર ડીડીઓ તથા સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને 6 9 2023 ના રોજ અરજી આપવામાં આવી અને અરજદારોને ન્યાય મળે અને તેમના રૂપિયા તેમને મળે તે માટે અરજી આપવામાં આવી હતી જ્યારે આ મેથાણ ગામના અમુક લોકો દ્વારા જે તે એજન્સી ને સાથે રાખીને તેમના ખાતામાં રૂપિયા નખાવી અને તે રૂપિયા જે તે અરજદારોના નામના હતા તેમને ખબર નહિ પડવા દઈને તે રૂપિયાની બારોબાર વહીવટ કરી નાખીને તે રૂપિયા લઈ લેવામાં આવ્યા જ્યારે સરકારી તંત્ર ને આ અરજીઓ આપવામાં આવી છે તેની તટસ્થ તપાસ કરીને જે અરજદારો છે તેમને તેમના રૂપિયા પાછા આપવામાં આવશે અને તેમને ન્યાય મળશે કે કેમ તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે સરકારી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને અરજદારોને તેમના રૂપિયા પાછા આપવામાં આવશે કે ખાલી આશ્વાસન આપીને જેમ કાયમ થાય છે તે જ રીતે પાણીનું નામ ભૂ થશે તેમ લાગી રહ્યું છે જ્યારે અરજદારો દ્વારા જો તેમને ન્યાય નહીં મળે તો તે કોર્ટમાં જવા પણ તૈયારી બતાવી હતી..