Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી નગરમાં ગટર અને ગંદકી બાબતે એક સાથે બે નોટિસ ફટકારતા પંચાયત તંત્ર દોડતું થયુ. 2 નોટિસ બાદ સંજેલી સરપંચ મનાભાઈ વેલજીએ ગટરના કામો શરૂ કર્યા…

September 13, 2023
        613
સંજેલી નગરમાં ગટર અને ગંદકી બાબતે એક સાથે બે નોટિસ ફટકારતા પંચાયત તંત્ર દોડતું થયુ.  2 નોટિસ બાદ સંજેલી સરપંચ મનાભાઈ વેલજીએ ગટરના કામો શરૂ કર્યા…

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી નગરમાં ગટર અને ગંદકી બાબતે એક સાથે બે નોટિસ ફટકારતા પંચાયત તંત્ર દોડતું થયુ.

2 નોટિસ બાદ સંજેલી સરપંચ મનાભાઈ વેલજીએ ગટરના કામો શરૂ કર્યા…

15 ના નાણાપંચના કામોમાં નિષ્ફળ ગયેલા સરપંચને પંચાયત ધારા હેઠળ નોટિસ ફટકારી.

સંજેલી મિલવાળી ચાલી વિસ્તારમાં નવા બસ સ્ટેશનના માર્ગ પર દબાણ ખુલ્લા કરવા માંગ 

 સંજેલી.. તા. ૧૩

સંજેલી નગરમાં ગટર અને ગંદકી બાબતે એક સાથે બે નોટિસ ફટકારતા પંચાયત તંત્ર દોડતું થયુ. 2 નોટિસ બાદ સંજેલી સરપંચ મનાભાઈ વેલજીએ ગટરના કામો શરૂ કર્યા...

સંજેલી ગ્રામ પંચાયતમાં વિસ્તારમાં ગટર ગંદકી થી સ્થાનિક રહીશોની વારંવાર રજૂઆતો થી તાલુકા વિકાસ અધિકારી એ 15 માં નાણાપંચ ની સ્થળ મુલાકાત લેતા માત્ર એક જ કામ પૂર્ણ થયું હતું અને અન્ય કોઈ કામો પ્રગતિમાં ન હોવાથી વારંવાર સૂચના આપવા છતાં પણ કોઈ કામગીરી હાથ ન ધરાવતા નાણાપંચના કામોમાં નિષ્ફળ ગયેલા સરપંચ સામે પંચાયત ધારા હેઠળ હોદ્દા પરથી દૂર કેમ ન કરવા તેની ઉપરા છાપરી 2કારણ દર્શક નોટિસ પાઠવી પ્રથમ નોટિસને ગોળીને પી જનાર સરપંચ સામે તાલુકા વિકાસ અધિકારી બીજી નોટિસ ફટકારતા પંચાયત તંત્રમાં દોડધામ મચી હતી અને ગટર ની કામગીરી શરૂ કરી.

 

સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચ દ્વારા ગટર સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ થી પ્રજાને પરેશાન કરી મૂક્યા છે .અને આ સુવિધા માટે ગામના જાગૃત નાગરિક દ્વારા વારંવાર લેખિત મૌખિક તાલુકા જિલ્લા તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો હલ થયો નથી. આ રજૂઆત તે ધ્યાને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા 15માં નાણાપંચમાં થયેલા કામોની વિસ્તાર તપાસ હાથ ધરી હતી. જેવા માત્ર એક જ કામ પૂર્ણ થયું હતું અને અન્ય કોઈ કામો પ્રગતિ પર જોવા મળ્યા નથી.જે બાદ સરપંચ ને વારંવાર સૂચના આપવા છતાં પણ ચલતા હે ચલને દો અને અધિકારીઓ તેમજ નેતાઓને ખિસ્સામાં લઈને ફરતા હોવાનો રોફ જમાવનાર સરપંચે કોઈપણ જાતની પરવા કર્યા વિના સુચના નું અમલ કરવામાં આવેલ નથી. જેથી સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ 15 માં નાણાપંચની કામગીરી બજવવામાં નિષ્ફળ ગયેલા સરપંચને પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57(1) મુજબ હોદ્દા પરથી દૂર કેમ ન કરવા તે બાબતે દિન બે માં લેખિત ખૂલાશો કરવા તારીખ 23મીને ઓગસ્ટના રોજ કારણ દર્શક નોટિસ પાઠવી હતી પરંતુ સરપંચે આ બાબતે જવાબ રજૂ ન કરતા એક સપ્ટેમ્બર ના રોજ કારણદર્શક બીજી નોટિસ પાઠવી અને દિન બે માં ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જે બાદ સરપંચની આખ ખુલતા સંજેલી વિસ્તારના મંજૂર થયેલા ગટરના કામોની કામગીરી શરૂ કરવા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને સંતરામપુર રોડ તરફની ગટરની કામગીરી શરૂ કરી હતી.તાલુકા અધિકારીએ દસ દિવસમાં ઉપરા છાપરી આપેલી નોટિસના દિવસો વીત્યા બાદ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. મીલ વાળી ચાલી વિસ્તારમાં નવા બસ સ્ટેશન તરફના મુખ્ય માર્ગ પર દબાણ ખુલ્લું કર્યા વિના જ સરપંચ રોડ પર જ ગટર બનાવી દઈ અને રસ્તો સાંકડો કરી નાખ્યો. જેથી બંને તરફ સામસામે વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું તાલુકાના અધિકારીએ પણ માત્ર સરપંચને નોટિસ આપી અને સંતોષ માની લીધો હોય તેમ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!