Tuesday, 03/12/2024
Dark Mode

ભાજપે દાહોદ-ઝાલોદ પંચાયતમાં ડેમેજ કંટ્રોલ કરતા તમામ 10 પંચાયતો બિનહરીફ ચૂંટાઈ.. દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો એક દિવસ પહેલા જાહેર કરી ભાજપે સૌને ચૌકાવ્યા..

September 13, 2023
        501
ભાજપે દાહોદ-ઝાલોદ પંચાયતમાં ડેમેજ કંટ્રોલ કરતા તમામ 10 પંચાયતો બિનહરીફ ચૂંટાઈ..  દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો એક દિવસ પહેલા જાહેર કરી ભાજપે સૌને ચૌકાવ્યા..

રાજેશ વસાવે :- દાહોદ 

ભાજપે દાહોદ-ઝાલોદ પંચાયતમાં ડેમેજ કંટ્રોલ કરતા તમામ 10 પંચાયતો બિનહરીફ ચૂંટાઈ..

દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો એક દિવસ પહેલા જાહેર કરી ભાજપે સૌને ચૌકાવ્યા..

દાહોદ તા.13

દાહોદ જિલ્લામાં અનેક પ્રકારની અસમંજસતા અને અનેક પ્રકારની અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ આજે જિલ્લાની 9 તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત માટે પોતાના સત્તાવાર ઉમેદવારોનું ફોર્મ મેનડેટ આપી ફોર્મ ભર્યા હતા.જોકે આશ્ચર્ય વચ્ચે એક પણ પંચાયતમાં અન્ય કોઈ ઉમેદવારો ઉમેદવારી ન કરતા જિલ્લા પંચાયત સહિતની 9 તાલુકા પંચાયત બિનહરીફ રહેવા પામી છે.જોકે આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં ચૂંટણી માત્ર ઓપચારિકતા બની રહેશે. ત્યારે ભાજપની નો રિપીટની થીયરી આગામી લોકસભાની ચૂંટણીમાં કેવું અને ક્યા પ્રકારનું વાતાવરણ ર્સજશે તે મહત્વનું બની રહેશે.

 દાહોદ જિલ્લામાં નવ તાલુકા પંચાયત તેમજ એક જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાદારોની ચૂંટણી આવતીકાલે યોજવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીના એક દિવસ પહેલા જિલ્લાની 9 તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, દંડક સહિતના મહત્વના પદો ઉપર હોદ્દેદારોની નામની જાહેરાત સાથેના મેન્ડેટ જે તે તાલુકા પંચાયત કચેરીમાં મોકલી આપ્યા હતા તેમજ દાહોદ જિલ્લા કમલમ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ શંકર આમલીયારની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદ યોજી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા. ત્યારબાદ કમલમ ખાતે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્યોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી ચૂંટાયેલા હોદ્દેદારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.જોકે ઉમેદવારી પત્ર સમયમર્યાદામાં ન આવતા ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ ભારત માતા કી જય સાથે આનંદ ઉત્સવ મનાવ્યો હતો. તેમજ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ વહેંચી હતી.

*ભાજપે દાહોદ-ઝાલોદ પંચાયતમાં ડેમેજ કંટ્રોલ કરતા તમામ 10 પંચાયતો બિનહરીફ ચૂંટાઈ..*

ભાજપે આજે જાહેર કરેલા 9તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોના મેન્ડેટ જાહેર કરતા સર્વ માન્ય રહેવા પામ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસના ભાજપી નેતાઓની માડા ગાંઠ કે પંચાયતના સત્તારૂઢ સદસ્યોં પૈકી દાહોદ તાલુકા પંચાયત અને ઝાલોદ તાલુકા પંચાયતમાં બળવાના એંધાણ વાર્તાયા હતા. એટલું જ નહિ જુથબાજી વચ્ચે ચોક્કસ ચૂંટણી યોજાશે તેવી અટકલો વર્તાઈ હતી. પરંતુ ભાજપ મોવડીઓ, પ્રદેશ નેતાગીરી, તેમજ નો રિપીટ થિયરીના ગણિતે સૌ કોઈ ઈચછુક સભ્યોને મનાવી લેવામાં સફળતા હાંસલ કરતા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ અન્ય ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ભાજપે શાંતિનો ઓડકાર લીધો હતો.જોકે આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં હાજરી ગેર-હાજરીમહત્વની બની રહેશે. હાલ તો ભાજપે 9 તાલુકા પંચાયતો અને એક જિલ્લા પંચાયત મળી કુલ પંચાયતો બિન હરીફ કરાવી છે.ત્યારે સદસ્યોં અને સંબંધિત નેતાગીરીનો છૂપો અસંતોષ કે આક્રોશ આવનારી લોકસભાની ચૂંટણી ઉપર કેવો પ્રભાવ પાડશે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!