મહેન્દ્ર ચારેલ :- સંજેલી
જન્માષ્ટીના પવિત્ર દિવસે કનૈયાલાલ કી ના નાદથી સંજેલી નગરમાં મંદિરો ગુંજી ઉઠ્યા….
સંજેલી તાલુકામાં કૃષ્ણ જન્મોત્સવની ઠેરઠેર ઉજવણી.
સંજેલી તાલુકામાં મટકી ફોડના ઠેર-ઠેર કાર્યક્રમ યોજાયા.
રામજી મંદિર ખાતે જન્માષ્ટમી ની ઉજવણી નિમિત્તે ભજન કીર્તન આરતી તેમજ મહાપ્રસાદી ના કાર્યક્રમો યોજાયા.
સંજેલી તા.08
ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવતા જન્માષ્ટમીની ઉત્સાહ ઉમંગથી સંજેલી નગરમાં ઠેરઠેર મટકીફોડ ઉજવણી કરવામાં આવી. કૃષ્ણના જન્મ નિમિત્તે ઉજવાતા જન્માષ્ટમી એક મહત્વપૂર્ણ ધાર્મિક તેમજ સંસ્કૃતી એક ઉત્સવ છે.નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા . જન્માષ્ટમી નિમિત્તે મંદિરોમાં ભજન કીર્તન આરતી તેમજ મહાપ્રસાદી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાતા હોય છે. સંજેલી નગરમાં ઠેર-ઠેર જન્માષ્ટમી અને ગોકુળષ્ટમી ઉજવણી કરવામાં આવી. ઝાલોદ રોડ,તળાવ રોડ,મેન બજાર મટકી ફોડી જન્માષ્ટમીની ઉમંગભેર ઢોલ વગાડી ડીજે ના તાલે ધામધૂમથી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સંજેલી નગરના ભક્તો કૃષ્ણ જન્માષ્ટમી ના કાર્યક્રમમાં એકત્રિત થઇ ઉજવણી કરી હતી. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વિવિધ સ્થળે કૃષ્ણ અને રાધાજી ની પ્રતિમા સ્થાપિત કરી તેઓની ભક્તિ કાર્યક્રમમાં આનંદનો ઉત્સવ કૃષ્ણ ભક્તોમાં જોવા મળ્યો હતો.વર્ષોથી પરંપરા મુજબ મટકી ફોડ ના ઠેર ઠેર કાર્યક્રમો સાથે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.