
સિંગવડ તાલુકાના બી.એલ.ઓ દ્વારા મામલતદારને રાજીનામું આપવામાં આવ્યું.
લીમખેડા તા. ૨
લીમખેડા વિધાનસભા મતવિસ્તાર અને સીંગવડ તાલુકામાં સમાવિષ્ટ વિવિધ મતદાન બુથો પર ખુબ જ લાંબા સમયથી BLO તરીકે કામગીરી બજાવતા શિક્ષકોએ આજરોજ તારીખ 2/9/2023 ના રોજ મામલતદાર કચેરી સીંગવડ ખાતે એકત્ર થઈ સામુહિક રાજીનામાં નાયબ મામલતદાર તડવી સાહેબ ને સુપ્રત કરવામાં આવ્યા. BLO તરીકે કામગીરી કરતા શિક્ષકોને શિક્ષણ સિવાયની હાઉસ ટુ હાઉસ ની કામગીરી BLO એપ મારફત સોંપવામાં આવતા આ એપ ખુબ જ ધીમે ચાલતી હતી જેના પરિણામે આ કામગીરી કંટાળાજનક રહી હતી તેમજ ઓછા શિક્ષકો વાળી શાળા ના શિક્ષકો BLO કામગીરી માં રોકાતા બાળકોના શિક્ષણ પર અસર પડતી હોય 50 જેટલા BLO એ રાજીનામાં આપ્યા હતા..