દેવગઢબારિયા એસટી ડેપોમાં વિભાગીય નિયામક તેમજ આંકડા અધિકારીની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન યોજાયો…
દેવગઢ બારીયા એસટી બસ ડેપો ખાતે વિભાગીય નિયામક તેમજ આંકડા અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું .
દેવગડબરીયા તા.૨૧
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ હસ્તકના દેવગઢબારિયા બસ ડેપો ખાતે ગોધરા ડિવિઝનના વિભાગીય નિયામક ડીંડોર, આંકડા અધિકારી રાઠવા તેમજ દેવગઢબારિયા ડેપો મેનેજર એસ એસ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ડેપો ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ ડેપો પર આવનાર મુસાફરો તેમજ વિસ્તારની જાહેર જનતાના આરોગ્યની ચિંતા કરી તેમ જ આવનાર સમયમાં રોગચાળો ન ફેલાય તેવા ઉમદા ઉદ્દેશ થી ડેપો ખાતે સફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપો ખાતેના ટોયલેટ, બાથરૂમ ની સફાઈ કરવામાં આવી હતી. ડેપોના ગ્રાઉન્ડ તેમજ વર્કશોપ પરિસર ની જીણવટ ભરી સફાઈ કરી ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા. જેસીબી મશીનની મદદ લઈ ડેપોના બંને ગેટ સહિત કમ્પાઉન્ડના ખાડાઓનું પુરાણ કરી સમારકામ કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર શાંતિલાલ પટેલ દ્વારા ડેપો પરિસરને એકદમ સાપ સુથરું બનાવવામાં આવતા કર્મચારીઓ સહિત મુસાફરોમાં ખુશી જોવા મળી હતી..