પીપલોદ કબીર આશ્રમ સાલીયા ખાતે સાત દિવસથી અવિરત ચાલતી બ્રહ્મ નિરૂપણ કથા સંપન્ન…
પીપલોડ તા.૨૧
પીપલોદ કબીર આશ્રમ સાલીયા ખાતે સાત દિવસથી અવિરત ચાલતી બ્રહ્મ નિરૂપણ કથાનો આજ દિન એ સમાપન કાર્યક્રમ માં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી કૌશલ કુમાર દાહોદ જિલ્લાના સંસદ જશવંતસિંહ ભાભોર ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ ગુજરાતના પૂર્વ ડી.જી.પી ડી.જી વણઝારા ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ શંકરભાઈ અમલીયાર ગુણા ગામના સરપંચ પૃથ્વીસિંહ પુવાર પીપલોદ ના વેપારી મદનભાઈ વણઝારા અને હરિયાણા અને કાશી થી પધારેલા સંત ગુરુ મહાત્મા નો સાલીયા કબીર આશ્રમ ના મહંત શ્રી ઋષિકેશદાસજી સાહેબે સૌને સાલ ઉડાડીને સ્વાગત કર્યું હતું
કેન્દ્રીય મંત્રી કૌશલકુમાર જીએ તેઓના પ્રવચનમાં સંત કબીરદાસ સાહેબ વિશે ખૂબ સારી માહિતી આપી અને તેની સાથે સાથે વ્યસન મુક્તનો ખૂબ સરસ વિષય લીધો જેમાં સૌ પધારેલા ભક્તો ગુરુજનો ને પોતાની આજુબાજુ રહેતા મિત્ર સગા સંબંધી જેવા દરેક લોકોને વ્યસન મુક્ત કરવા કરાવવા માટેની પ્રેરણા આપી અને વ્યસન મુક્ત બનાવશો એના માટે સૌને કબીર સાહેબ ના પવિત્ર ધામ માં સંતો મહંતો નેતાગણ અને હજારો મેદની માં વધારે ભક્તો ને પણ પ્રતિજ્ઞા લેવડાવી જણાયું હતું કે તમાકુ દારૂના વ્યસનથી કેન્સર જેવી બીમારી થાય છે અને લાંબુ જીવન જીવનારા લોકોનું આવી ભયજનક બીમારીથી મૃત્યુ પામે છે અને પરિવાર ઉજડીજાય છે અને પરિવાર પણ દુઃખી થાય છે જેનાથી વ્યસન ના કરે એવી પ્રેરણા આપી હતી
ત્યારબાદ કથા દરમિયાન ભક્તજનોએ આર્થિક દાન કરનાર દાતાઓ સીધુ સામાન આપનાર દાતાઓ સ્વયં સેવક તરીકે સમય આપનાર કાર્યકર્તાઓ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને સૌ સૌ કથામાં આવેલા બાળ ગોપાલ અને ભક્તોનો પણ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં દાતાઓ ના હસ્તે આરતી હતી અને કથા નો સમાપન કરવામાં આવ્યું.