Sunday, 08/09/2024
Dark Mode

પીપલોદ પોલીસે વાહનચોરને ઝડપી ગાંધીનગર તેમજ પાટણ જિલ્લાના 4 જેટલાં વણઉકેલ્યા ગુનાને શોધી કાઢ્યા..

August 18, 2023
        693
પીપલોદ પોલીસે વાહનચોરને ઝડપી ગાંધીનગર તેમજ પાટણ જિલ્લાના 4 જેટલાં વણઉકેલ્યા ગુનાને શોધી કાઢ્યા..

પીપલોદ પોલીસે વાહનચોરને ઝડપી ગાંધીનગર તેમજ પાટણ જિલ્લાના 4 જેટલાં વણઉકેલ્યા ગુનાને શોધી કાઢ્યા..

દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી ચોરીની બાઈક સાથે વાહન ચોર ઝડપાયો…

દાહોદ તા.18

ગાંધીનગર જિલ્લાના અડાલજ તેમજ પાટણ જિલ્લામાં ત્રણ જેટલી ચોરીઓમાં સંડોવાયેલા તેમજ નાસતા ફરતા વાહન ચોરને પિપલોદ પોલીસે ચોરીની મોપેડ ગાડી સાથે ઝડપી જેલ ભેગો કર્યો છે.

પીપલોદ પોલીસે વાહનચોરને ઝડપી ગાંધીનગર તેમજ પાટણ જિલ્લાના 4 જેટલાં વણઉકેલ્યા ગુનાને શોધી કાઢ્યા..

 પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇ જી.બી પરમાર ને વાતમી મળી હતી કે એક ચોરીની મોપેડ ગાડી સાથે ટસ્કર ભથવાડા ટોલનાકા પરથી પસાર થવાનો છે. તેવી બાતમીના આધારે પિપલોદ પોલીસ મથકના પીએસઆઇ તેમજ પોલીસના જવાનો ભથવાડા ટોલનાકા પર વોચ ગોઠવી વાહન ચેકિંગમાં ઊભા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ વ્યક્તિ મોપેડ ગાડી સાથે આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા તે પાટણ જિલ્લાના ધીમટો ખેજડાનો પાડો ગામના રહેવાસી દીપેન કુમાર નિર્મળભાઈ શાહ હોવાનું જણાવ્યું હતું. અને તેની પાસેથી મળી આવેલી મોપેડ ગાડીની તપાસ કરતા તે ગાડી ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ પથક વિસ્તારમાં આવેલા કન્ટેનર બ્રિજ પાસેથી ચોરીની હોવાનું કબુલાત કરી હતી. જે બાદ પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા પકડાયેલા વાહન ચોરે આ અગાઉ પણ પાટણ જિલ્લામાં એ ડિવિઝન પોલીસ મથકમાં બે તેમજ બી ડિવિઝન પોલીસ મથકમાં એક ચોરીની ઘટનાને અંજામ આપી હોવાનું ખુલાસો થયો હતો.

 આમ કતવારા પોલીસ મથકના પી.એસ.આઇ. જી.બી પરમારે ચોરીની મોપેડ ગાડી સાથે નાસ્તા ફરતા તસ્કરને પકડી ચાર અનડિટેક ગુનાઓને ડિટેક્ટ કરવામાં સફળતા સાંપડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!