નવીન સિકલીગર :- પીપલોદ
દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા : ચાર ખેલીઓ 1.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા.
પીપલોદ તા.14
દે.બારિયા પોલીસે કાપડી વિસ્તારમાં છાપો મારી મોટરસાયકલ મોબાઇલ અને રોકડ સહિત 1.20 લાખ ઉપરાંતના મુદ્દામાલ સહિત ચારની ધરપકડ કરી જુગારીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ દેવગઢ બારીયા વિસ્તારમાં દિન પ્રતિદિન વધતા જતા જુગારધામો પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ ટીમ બનાવી વ્યુહાત્મક રીતે વોચ રાખવામાં આવી છે ત્યારે ગતરોજ એએસઆઈ મુકેશ ઉદેસિંહને મળેલ બાતમીના આધારે પોલીસે કાપડી વાકલેશ્વર રોડ પીઠા વિસ્તારમાં રેડ પડી હતી. પોતાના અંગત સ્વાર્થ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા સાજીદ મોહમ્મદ જેથરાના ઘરેથી પોલીસને 4 મોબાઇલ, 3 મોટર સાયકલ અને રોકડ મળી કુલ 1,20,350 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસ જુગાર રમી રહેલા અજીત આદમ પટેલ, સલીમ કયુમ કડવા, ઈરફાન અયુબ પટેલ તેમજ સુરેશ મોહન બારીયાની ધરપકડ કરી હતી જ્યારે જુગારધામનો મુખ્ય સૂત્રધાર સાજીદ મોહન જેથરા તેમજ ગોપલ મનહરસિંહ ઝાલા ભાગી જવા પામતા ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.