સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે મેરી માટી મેરા દેશ તથા ગ્રામસભા યોજાઈ..
સીંગવડ તા.11
સિંગવડ તાલુકાના તાલુકા પ્રાથમિક શાળા ખાતે મેરી માટી મેરા દેશ અંતર્ગત 11.8.2023 ના રોજ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.જેમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયા તે અંતર્ગત અમૃત મહોત્સવમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત ગામના સરપંચ લખીબેન વહુનીયા પૂર્વ સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ સી.કે.કિશોરી માજી સૈનિક ભરતભાઈ ભાભોર માજી સરપંચ જીવણભાઈ વહુનીયા સરજુમી તાલુકા સદસ્ય સુરેશભાઈ ચૌહાણ તાલુકા રોજગાર સેવક આરોગ્ય વિભાગ અધિકારી આંગણવાડીના કાર્યકરો ગ્રામજનો પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આ અંતર્ગત પ્રાથમિક શાળા સિંગવડના બાળકો દ્વારા સવારે સિંગવડ ગામમાં રેલી નીકાળીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.ત્યાર પછી આવેલા સૌ મહેમાનો તથા ગ્રામજનોનું ફૂલહાર તથા સાલ ઓઢાડી ને સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે પ્રાથમિક શાળા ખાતે આપણા દેશ માટે લડતા સૈનિકોના સ્વાભિમાન માટે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.અને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જ્યારે સિંગવડ ગામમાં એક નિવૃત્ત આર્મી જવાન ભરતભાઈ વેચાતભાઈ નો ફુલહાર અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે હાલમાં ચાલુ આર્મીની નોકરીમાં પ્રકાશભાઈ દીપસિંગ ભાઈ સંગાડા નોકરી પર ચાલુ હોય જેના લીધે તેમની પત્ની નું ફૂલહાર કરી સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આવેલા મહાનુભાવો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યાર પછી તિરંગો ફરકાવી સલામી આપવામાં આવી હતી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યાર પછી શાળાના વિદ્યાર્થીઓને સરપંચ દ્વારા ચોકલેટ ખવડાવી મો મીઠું કરવામાં આવ્યું હતું જ્યારે સિંગવડ ગ્રામ પંચાયતની ગ્રામસભા પણ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી જેમાં પાછલા એજન્ડા માં થયેલા કામોની માહિતી આપવામાં આવી હતી અને નવા કામ કરવાની માહિતી આપવામાં આવી હતી.