મહેન્દ્ર ચારેલ સંજેલી
સંજેલી પંચાયતને ગંદકીને લઈ અનેકવાર રજૂઆત કરાઈ છતાં નિકાલ નહીં.
પંચાયત તંત્ર કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં, ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત.
સંજેલી નગરમાં ડોર ટુ ડોર કચરો રોડ પર જ ઠાલવતા સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા.
જાડી ચામડીના અધિકારીઓને અનેકવાર લેખિત મૌખિત રજૂઆત છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી.
સંજેલી તા.09
સંજેલી પંચાયત તંત્રનો વહીવટ ખાડે ગયો હોય તેમ ડોર ટુ ડોર કલેક્શનનો સૂકો ભીનો કચરો રોડ પર જ ઠાલવી દેતા સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા. સંજેલી માંડલી રોડ પર ગંદકી ભરમાર ના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સંજેલી પંચાયત તંત્ર સ્વચ્છતા રાખવા માટેની કામગીરીમા શૂન્ય. હાલ સંજેલી પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેક્શન કરાતો સુકો અને ભીનો કચરો સંજેલી મુખ્ય માર્ગ પર જ નવીન બસ સ્ટેશન ગેટ પાસે રોડ પર જ ઠાલવવામાં આવી રહ્યો છે જેના કારણે નવીન બસ સ્ટેશનના માંડલી રોડ તરફ જતા માર્ગની પ્રવેશદાર પર જ ગંદકીનું સામ્રાજ્ય અને રોગચાળો વધુ વકરવાની દહેશત ઊભી થવા પામી છે.
જેના કારણે રસ્તે જતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ અવરજવર કરતા સ્થાનિક લોકોને દુર્ગંધ માંથી પસાર થવું ભારે મુશ્કેલ બન્યું ત્યારે સરપંચ મનાભાઈ વેલજી અને તલાટી એચએફ મહિલા ને અનેક વાર ગંદકીને લઈ અનેક વાર રજૂઆત કરવા છતાં પણ બંને પોતાની મનમાની કરી ડોર ટુ ડોર કલેક્શનનો કચરો દુર્ગંધ મારતો સૂકો અને ભીનો કચરો મુખ્ય માર્ગ પર જ બસ સ્ટેશન ના ગેટ પાસે ઠાલાવતા સ્વસ્થ ભારત મિશનના લીલેલીરા ઉડાડી ભયાનક રોગ ચાળાને આમંત્રણ આપી રહ્યા છે.