Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના ધામરડા ગામની મહિલાને સરકારી સુપરવાઇઝરમાં નોકરી આપવાના બહાને ગલાલિયાવાડની મહિલા ઠગે,1,64 લાખ ખંખેર્યા,પોલીસ ફરિયાદ નોંધાઈ..

July 31, 2021
        3365
દાહોદ તાલુકાના ધામરડા ગામની મહિલાને સરકારી સુપરવાઇઝરમાં નોકરી આપવાના બહાને ગલાલિયાવાડની મહિલા ઠગે,1,64 લાખ ખંખેર્યા,પોલીસ ફરિયાદ નોંધાઈ..

જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ તાલુકાના ધામરડા ગામની મહિલાને સરકારી સુપરવાઇઝરમાં નોકરી આપવાના બહાને ગલાલિયાવાડની મહિલા ઠગે,1,64 લાખ ખંખેર્યા,પોલીસ ફરિયાદ નોંધાઈ

દાહોદ તા.૩૧

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે એક મહિલાએ સરકારી સુપરવાઈઝરમાં નોકરી લગાડવાની લાલચ આપી એક મહિલા પાસેથી રૂા.૧,૬૪,૦૦૦ રોકડા પડાવી લઈ બાદમાં સરકારી નોકરી નહીં અપાવી અને છેતરપીંડી વિશ્વાસ ઘાત કરી આપેલ નાણાં પરત ન કરતાં છેતરપીંડીનો ભોગ બનેલ મહિલાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે.

 દાહોદ તાલુકાના ધામરડા ગામે રહેતી ઈલાબેન ઉર્ફે મુન્નીબેન વિનોદભાઈ પરમારે ગત તા.૦૧.૦૪.૨૦૨૧ થી તારીખ ૩૦.૦૭.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે મહુડી ઝોલા ફળિયામાં રહેતાં વિલાસબેન વિનોદભાઈ ગણાવાને સરકારી સુપરવાઈઝરમાં નાકેરી લગાડવા બાબતે વિશ્વાસમાં લઈ વિલાસબેન પાસેથી રૂા.૧,૬૪,૦૦૦ રોકડા લીધાં હતાં. આ બાદ અવાર નવાર નોકરી લગાવવાની વાતો કરતાં પરંતુ નોકરી પણ ન લગાડતાં અને આખરે પોતાની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં વિલાસેબે ઈલાબેનને આપેલ નાણાંની માંગણી કરતાં હતાં પરંતુ ઈલાબેને લીધેલ નાણાં પરત કરતાં ન હતાં અને આખરે હારી થાકેલા વિલાસબેને ઈલાબેન ઉર્ફે મુન્નીબેન વિનોદભાઈ પરમાર વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!