સિંગવડના રણધીપુર પોલીસ દ્વારા મોહરમ ના તહેવાર ને લઈને શાંતિ સમિતિ મીટીંગ યોજાઇ…                 

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ

સિંગવડના રણધીપુર પોલીસ દ્વારા મોહરમ ના તહેવાર ને લઈને શાંતિ સમિતિ મીટીંગ યોજાઇ…                 

સીંગવડ તા. 25

સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે કે રાઠોડ દ્વારા આગામી મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી જેમાં સિંગવડ ગામના હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા જ્યારે પીએસઆઇ દ્વારા તહેવારોમાં કોઈ પણ જાતનું અનિચ્છનીય બનાવનાર બને તે માટે ધ્યાન રાખવામાં આવે તેમ જણાવ્યું હતું જ્યારે આ સાથે આગામી દિવસોમાં તહેવારો આવતા હોય તેને ધ્યાનમાં રાખીને પણ કોઈપણ પક્ષ બાજુથી કોઈપણ જાતના ઉશ્કેરી જનક વાક્યો નું ઉપયોગ કરવામાં તથા મોબાઇલ જેવા ઉપકરણોમાં કોઈપણ જાતના કોઈપણ સમાજને થેસ ના પહોંચે તેવા મેસેજો નહીં કરવા માટે ખાસ ધ્યાન રાખવા આગેવાનને સૂચન પણ કરવામાં આવ્યું હતું જ્યારે આ તહેવારોને હળી મળીને શાંતિથી ઉજવવા કહેવામાં આવ્યું છે

Share This Article