કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના સિંગાપુર ગામે BSNL ટાવરમાં સિગ્નલના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો ..
સિંગવડ તા. 25
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગાપુર ગામે વર્ષો પહેલા BSNL નો ટાવર ચાલુ કરવામાં આવ્યો હતો અને પોતાની માલિકીનું ટેલીફોન એક્સચેન્જ ઓફિસ બની શકે તેવું મકાન પણ હોવા છતાં સિંગાપુર,અને આસપાસના વિસ્તારોમાં BSNL મોબાઇલ ફોન માં ટાવર ના સિગ્નલ આવતાં નથી, જ્યારે ટાવર ના લગતા સરકારી તંત્ર દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવે તો આ ટાવર ના લીધે સિંગાપુર તથા આજુબાજુના ગામડાઓને તેનો લાભ મળી શકે તેમ છે જ્યારે મેઈન્ટેનસ ના અભાવે ટાવર મા સિગ્નલ માટે રિપેર કરવામાં આવે તો તેમને આ ટાવર નો લાભ મળે અને લોકોને ઉપયોગી બને તેમ છે પણ સિંગાપુર ગામ તથા આજુબાજુના ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરી ને થાક્યા પણ કોઈ સરકારી તંત્ર દ્વારા આ BSNL ટાવર માટે કોઈ ધ્યાન લેવામાં આવતું નથી તેમ લાગી રહ્યું છે જેના લીધે સિંગાપુર એને આજુબાજુના દસ ગામો આ BSNL ના ટાવરથી વંચિત રહી ગયા હોય તેમ લાગી રહ્યું છે માટે આના લાગતા અધિકારીઓ દ્વારા જેટલું બને એટલું વહેલું ટાવર નો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી મોબાઈલ ગ્રાહકોની માંગ છે.