સાલીયા ગામમાં દિલ્હી મુંબઈ હાઇવે કોરિડોરમાં બનાવેલા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને હાલાકી…
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ નજીક સાલીયા ગામેથી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે બનેલા રોડના અંડર બ્રિજ સાલીયા ગામે બનેલ છે.જેમાંથી જીએચવી કંપનીના કરેલા કામોથી સાલીયા ગામના લોકો અવરજવર કરવા માટે ભારે હાલાકી ભોગવી પડે છે.અને સાલીયા તળાવ ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં સાલીયા ગામના વિદ્યાર્થીઓ ને સ્કૂલમાં આવવા માટે કાદવ અને ઘૂંટણ સુધીના પાણી ભરેલા માંથી સ્કૂલે આવવા અને જવા માટેની ખૂબ મોટી સમસ્યા છે.આ બાબતને લઈને ગ્રામ પંચાયતના સરપંચ આગેવાનો અને જીએચવી કંપનીના કર્મચારીઓને તથા અધિકારીઓ ને વારંવાર રજૂઆત કર્યા પછી પણ ગંભીર પ્રશ્નનો નિરાકરણ આવતો નથી.જેથી કરીને આ અંડર બ્રિજ માંથી પાણીનો નિકાલ થાય અને અવરજવર માટે યોગ્ય સુવિધા થાય તેવી ગ્રામજનોની માંગણી માંગ ઉઠી છે.