Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં સુજલામ સુફલામ યોજનામાં તળાવો ઊંડા કરવાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બુમો..

July 5, 2023
        1726
સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં સુજલામ સુફલામ યોજનામાં તળાવો ઊંડા કરવાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બુમો..

કલ્પેશ શાહ :- સિંગવડ

સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં સુજલામ સુફલામ યોજનામાં તળાવો ઊંડા કરવાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બુમો..

 

સિંગવડ તા.૦૫

     સિંગવડ તાલુકાના ઘણા ગામોમાં સરકાર દ્વારા ચોમાસા પહેલા તળાવ ઊંડા કરવા માટે સુજલામ સુફલામ યોજનામાં એજન્સી કે કોન્ટ્રાક્ટરોને તળાવ ઊંડા કરવાના હતા પરંતુ ઘણા ગામોમાં તલાવો ઉંડા કરવામાં નહીં આવતા તળાવમા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો બહાર આવી છે જ્યારે આ તળાવ ઊંડા કરવા માટે જે એજન્સી કે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું તેના ઘણા તળાવ ઊંડા કરવામાં આવ્યા છે પરંતુ આ ઘણા ગામોમાં તળાવ ઊંડા આજ દિન સુધી કરવામાં નહીં આવતા તે તળાવ ઊંડા થશે કે નહીં તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આ તળાવ ઊંડા થઈ ગયા હોત તો ચોમાસામાં વરસાદ પડતાં તે તળાવો ચોમાસાના પાણીથી ભરાઈ જતા અને તે પાણી ગામ લોકોને ઉપયોગી બનતું પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા આ તળાવ ઊંડા નહીં કરવાના કારણે તે તળાવ તેજ પરિસ્થિતિમાં જ રહી ગયા ખરેખર તે તળાવો ઊંડા કરવાના પૈસા કોન્ટેક્ટ દ્વારા લઈ લેવામાં આવ્યા છે કે પછી શું તે સરકારી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો તે બહાર આવે તેમ છે જ્યારે આ તળાવ ઊંડા કરવા નું કામ સુજલામ સુફલામ યોજનામાં કોન્ટ્રાક્ટર કે એજન્સીને આપવાની જગ્યાએ ગ્રામ પંચાયતમા આપવામાં આવ્યું હોત તો તે કામ ફટાફટ થઈ જતું અને તે ચોમાસામાં વરસાદના પાણી ભરાતા તે ગામ લોકોને કામ લાગતા પરંતુ સરકારી તંત્રની મિલી ભગતના લીધે આ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલા કામો નહીં થતાં તે કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેમ લોકોમાં બૂમો ઊઠવા પામી છે ખરેખર જે ગામોમાં આ તળાવ ઊંડા નથી થયા તેની તપાસ થશે ખરી કે પછી ખાલી કાગળ પર બોલાવીને તેના રૂપિયા લઈ લેવામાં આવશે તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જે પણ ગામમાં તળાવ ઊંડા થયા નથી તે ગામોના લોકોની માંગ છે કે તેની તટસ્થ તપાસ કરવામાં આવે અને જે ગામના તળાવ ઊંડા નથી થયા તેને ઊંડા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!