કલ્પેશ શાહ સિંગાવડ
સિંગવડ તાલુકામાં કડાણા સિંચાઈ યોજના અંતર્ગત પાઇપલાઇન ખુલ્લી મૂકી દેતા ખેડૂતોને હાલાકી…
સિંગવડ તાલુકાના કડાણા સિંચાઈ યોજનાથી કબૂતરી ડેમમાં પાણી લાવવાના હોય તે પાઇપલાઇનનો ખેતરોમાં ખુલ્લી હાલતમાં મૂકી રાખતા ખેડૂતોની ખેતી કરવામાં મુશ્કેલીઓ..
સિંગવડ તા. 27
સિંગવડ તાલુકાના મોટા આંબલીયા ગામે કડાણા સિંચાઈ યોજના કામ કરવામાં આવ્યું એજન્સી નાની સંજેલી થઈને મોટા આંબલીયા નાના આંબલીયા થઈને કડાણા સિંચાઈના જળ કબૂતરી ડેમમાં પાણી પાડવામાં આવવાના હતા પરંતુ ડેમમાં તો નહીં પડીને રસ્તામાં ખેડૂતોની જમીનમાં ખુલ્લી મૂકી રાખીને તેનું કામ પૂરું કરવામાં નહીં આવતા ચોમાસામાં ખેડૂતોને પોતાના ખેતરમાં ખેતી કેવી રીતના કરશે તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે કડાણા સિંચાઈ યોજના ને ચાલુ થયાને ઘણો ટાઈમ થઈ ગયો હોય તે જે કોન્ટ્રાક્ટરના કામ આપવામાં આવ્યું હોય તેને આ કડાણા સિંચાઈ ઉદ્ધવ યોજના ના સરકારી તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટર દ્વારા કામો ફટાફટ પુરા કરીને જે તે જમીનોને પાછી પુરાણ કરી દેવામાં આવે તો તે જમીનમાં ખેતરના માલિક ખેતી કરી શકે તેમ છે જ્યારે મોટા આંબલીયા ગામના બળવંતભાઈ અભેસિંગ બારીયા ની જમીનમાં હજુ સુધી કડાણા સિંચાઈની લાઈનો ખુલ્લી હાલતમાં હોય અને તેને પુરવામાં નહીં આવતા તે પોતાના ખેતરમાં ખેતી કેવી રીતના કરી શકશે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ ખેતરમાં ખાડાઓ પુરવામાં આવે તો ખેતર માલિક તે ખેતરમાં ખેતી કરી શકે તેમ છે અને પોતાને ખાવા માટે અનાજ ઉગાડી શકે તેમ છે માટે કડાણા જળાશયના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ ખુલ્લી પાઇપો મૂકી રાખવામાં આવી તેને પૂરવામાં આવે તેવી ખેતર માલિકની માંગ છે.