દેવગઢ બારીઆના કાળીયાકુવા ગામે વળાંક પણ ડમ્પરની અડફેટે બાઈક ચાલકનું મોત: અન્ય એક ઇજાગ્રસ્ત
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના કાળીયાકુવા ગામે બપોરના સમયે દેવગઢ બારીઆ થી છોટા ઉદેપુર તરફ જતાં રોડ પર વળાંકમાં પુરપાટ દોડી આવતી ડંફર ગાડીએ સામેથી આવતી મોટર સાયકલને જાેશભેર ટક્કર મારી નાસી જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર બે જણા પૈકી એકનું સ્થળ પર જ મોત નિપજ્યાનું અને બીજાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
એક ડંફર ગાડીનો ચાલક તેના કબજાની જીજે-૧૭ એક્સ એક્સ-૦૩૦૨ નંબરની ડંફર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી દેવગઢ બારીઆથી છોટા ઉદેપુર તરફ જતાં કાળીયાકુવા ગામે વળાકમાં સામેથી આવતી જીજે-૨૦ એ.આર-૯૭૫૧ નંબરની મોટર સાયકલને જાેશભેર ટક્કર મારી પોતાના કબજાની ડંફર ગાડી લઈ નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામના ૧૪ વર્ષીય યોગરાજ અરવીંદભાઈ સુથાર તથા યજ્ઞેશકુમાર મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાતાં યોગરાજ સુથારને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે યજ્ઞેશકુમારને મોઢાના ભાગે તથા હાથે પગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દેવગઢ બારીઆ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
આ સંબંધે મરણ જનાર યોગરાજ સુથારના પિતા અરવીંદભાઈ નાનજીભાઈ સુથારે નોંધાવેલી ફરિયાદને આધારે સાગટાળા પોલિસે ડંફર ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
—————–