કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ 2023 યોજાયો…
સિંગવડ તા.૧૩
સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે 13.6.2023 ના રોજ શાળાના પટાગણામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો જેમાં સિંગવડ ગામના સરપંચ લખીબેન વહુનીયા તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી. કે. કિશોરી ભરતભાઈ સંગાડા એસએમસી સભ્યો આંગણવાડી કાર્યકર આરોગ્ય ખાતાના અધિકારીઓ ગામના નાગરિકો પ્રાથમિક શાળા સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પ્રાથમિક શાળા ના શિક્ષિકા દ્વારા આવેલા મહેમાનોનું કુમકુમ નુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર પછી આવેલા મહેમાનોએ દીપ પ્રગટાવી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો ત્યાર પછી પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવી જ્યારે આવેલા મહેમાનોનું પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આવેલા મહેમાનો દ્વારા ભણવામાં દરેક વિદ્યાર્થી તથા તેમના માતા પિતાની જવાબદારી પણ હોય જ વિદ્યાર્થી સમયસર ભણવા મોકલવો જોઈએ જ્યારે આજુબાજુ રહેતા વિદ્યાર્થી જે ભણવા નહીં આવતા હોય તેવાને પણ ભણવામાં લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને કેન્દ્ર તથા ગુજરાતની સરકાર ભણવા માટે ઘણા પ્રયત્નો કરે છે અને તેનો લાભ લેવો જોઈએ જ્યારે આ પ્રસંગે આંગણવાડીના 17 બાળકો ને કુમકુમ તિલક કરીને સ્કૂલબેગ રમકડાઓ અને ચોકલેટ આપવામાં આવી જ્યારે બાલવાટીકાના 26 બાળકોને કુમકુમ તિલક કરી સ્કુલ બેગ આપવામાં આવી ધોરણ 1 ના 4 વિદ્યાર્થીઓને કુમકુમનો તિલક કરી સ્કૂલબેગ પણ આપવામાં આવી સિંગવડ સરપંચ લખીબેન વહુનિયા દ્વારા જેમના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તેવા આઠ બાળકોને ભણવા માટે દત્તક લેવામાં આવ્યા જ્યારે દાતા માજી સરપંચ જીવણભાઈ બાલુભાઈ વહુનીયા દ્વારા શાળામાં આવેલા બાળકોને સ્કૂલબેગ વિતરણ કરવામાં આવ્યું જ્યારે આવા દાતા હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં કોઈ તકલીફ નહીં પડે ત્યાર પછી શાળામાં વૃક્ષ રોપણ કરવામાં આવ્યું કાર્યક્રમ ની અંતમાં દરેક વિદ્યાર્થીઓને તથા આવેલા મહેમાન જમાડવામાં આવ્યા અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.