
સંજેલી તાલુકા કુમાર શાળા અને કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો..
ગુજરાતનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારની નેમ.
શિક્ષકોના ભાગીદારીથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
બાળકોના પ્રાથમિક શિક્ષણનો પાયો મજબુત બનશે સાથો સાથ ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી
સંજેલી તા .૧૨
તાલુકા કુમાર પ્રા.શાળા સંજેલી અને તાલુકા કન્યા શાળા સંજેલી ખાતે આજ રોજ સંજેલીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ એક ના બે અને બાલવાટિકા માં ૯ તથા અંગ્રેજી માધ્યમ માં ધોરણ ૧ અને માં ૧ બાલવાટિકામાં ૪ બાળકોનો ઈન. તાલુકા વિકાસ અધિકારી એલ. ડી.મકવાણા દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો.જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતા તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા બેગ અને સ્લેટનું વિતરણ કર્યું હતું.