Sunday, 09/02/2025
Dark Mode

ઘર કંકાસ અને સાસરિયાંઓના ત્રાસથી બે બાળકોના પિતાનો અવિચારીય પગલાથી પંથક સ્તબ્ધ..પિતાએ વહાલસોયા બે બાળકોની ગળું દબાવી હત્યા કર્યા બાદ આત્મહત્યા નો કર્યો પ્રયાસ..

June 2, 2023
        782
ઘર કંકાસ અને સાસરિયાંઓના ત્રાસથી બે બાળકોના પિતાનો અવિચારીય પગલાથી પંથક સ્તબ્ધ..પિતાએ વહાલસોયા બે બાળકોની ગળું દબાવી હત્યા કર્યા બાદ આત્મહત્યા નો કર્યો પ્રયાસ..

ઘર કંકાસ અને સાસરિયાંઓથી રસ્તે બે બાળકોના પિતાનો અવિચારીય પગલાથી પંથક સ્તબ્ધ…

ઝાલોદના ડુંગરીમાં ઘરકંકાસ અને સાસરિયાંના ત્રાસથી કંટાળી બે બાળકને પતાવી દીધાં, પોતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ..

દાહોદ તા.૦૨

 

ઘર કંકાસ અને સાસરિયાંઓના ત્રાસથી બે બાળકોના પિતાનો અવિચારીય પગલાથી પંથક સ્તબ્ધ..પિતાએ વહાલસોયા બે બાળકોની ગળું દબાવી હત્યા કર્યા બાદ આત્મહત્યા નો કર્યો પ્રયાસ..ઘરકંકાસ અને સાસરિયાંના ત્રાસથી ત્રસ્ત પિતાએ તેનાં બે વહાલસોયાં બાળકોને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધાં છે. અને પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.જોકે ભાભીએ બૂમાબૂમ કરતાં જીવ બચી ગયો હતો.પોલીસે તેની ધરપકડ કરી બાળકોના મૃતદેહ પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના ભૂરિયા ફળિયામાં રહેતા ભૂરસિંહભાઈ ડાંગી તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભુરસિંહભાઈ અને તેમનાં પત્ની અલ્પાબેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. ઘણીવાર તેની સાથે ઝઘડો કરીને પોતાના પિયર ગુલતોરા ગામે જતાં રહેતાં હતાં. ત્યારે ભૂરસિંહભાઈ તેમના સાસરામાં તેમને લેવા માટે જતા તો ત્યાં તેમના સાળા અને સાસુ વચ્ચે બોલાચાલી પણ થતી હતી. એમાં ભૂરસિંહભાઈને અવારનવાર તેમની સાસરીવાળા ત્રાસ આપતા હતા.

*ઊંઘમાં જ બંને બાળકોની પિતાએ હત્યા કરી:સુસાઈડ નોટ લખી હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો*

ઘર કંકાસ અને સાસરિયાંઓના ત્રાસથી બે બાળકોના પિતાનો અવિચારીય પગલાથી પંથક સ્તબ્ધ..પિતાએ વહાલસોયા બે બાળકોની ગળું દબાવી હત્યા કર્યા બાદ આત્મહત્યા નો કર્યો પ્રયાસ..

ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળેલા ભૂરસિંહે ગઈ ગત રાત્રિના પોતે સુસાઈડ નોટ લખી અને ત્યાર બાદ પોતાના હાથે જ પોતાનાં વહાલસોયાં બાળકો જેમાં મોટી દીકરી પ્રતીક્ષા (ઉં.વ.12) અને તેનાથી નાનો જયરાજ જેની (ઉં.વ 7) બંને રાત્રે સૂતાં હતાં. એ દરમિયાન બંનેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેમણે જાતે પણ કંટાળીને ઘર નજીક આવેલા વૃક્ષ ઉપર દોરડા વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના ભાભી કુદરતી હાજતે જતાં તેને જોઈ જતાં તેમને પકડી લીધા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરતાં પોલીસ આવી જતાં હત્યારા પિતા ભૂરસિંહને ઝડપી પાડ્યો હતો અને બંને બાળકોના મૃતદેહને ફોરેન્સિક અધિકારી અને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળેલા ભૂરસિંહે ગઈ ગત રાત્રિના પોતે સુસાઈડ નોટ લખી અને ત્યાર બાદ પોતાના હાથે જ પોતાનાં વહાલસોયાં બાળકો જેમાં મોટી દીકરી પ્રતીક્ષા (ઉં.વ.12) અને તેનાથી નાનો જયરાજ જેની (ઉં.વ 7) બંને રાત્રે સૂતાં હતાં. એ દરમિયાન બંનેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેમણે જાતે પણ કંટાળીને ઘર નજીક આવેલા વૃક્ષ ઉપર દોરડા વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના ભાભી કુદરતી હાજતે જતાં તેને જોઈ જતાં તેમને પકડી લીધા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરતાં પોલીસ આવી જતાં હત્યારા પિતા ભૂરસિંહને ઝડપી પાડ્યો હતો અને બંને બાળકોના મૃતદેહને ફોરેન્સિક અધિકારી અને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!