મહેન્દ્ર ચારેલ :- સંજેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન ને લાગ્યો ગ્રહણ..
સંજેલી તાલુકો હોવા છતાં ફક્ત એક જ સૌચાલય..!!
લોકો સેવા સદનના ગેટની બાજુમાં ખુલ્લામાં સૌચક્રિયા કરતા જોવા મળી રહ્યા છે.
સંજેલી મામલતદાર સેવા સદન ગેટ પાસે સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.
સંજેલી સેવા સદન મામલતદાર કચેરીના ગેટ પાસે જ કચરાના ઢગલાનું સામ્રાજ્ય…
દાહોદ
સંજેલી ઝાલોદ રોડ સેવા સદનના ગેટ ની બાજુમાં ગંદકીના ઢગલા લોકો ગેટની બાજુમાં ખુલ્લામાં સોસ ક્રિયા કરતા સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ કરવામાં આવે કેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. તંત્ર દ્વારા કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતા સેવા સદન કચેરીના ગેટ પાસે કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે.જેમાં મુખ્ય માર્ગો પર આસપાસ કચરા માટે તંત્ર દ્વારા કચરાપેટી મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સંજેલી ઝાલોદ રોડ પર મુખ્ય માર્ગ તેમજ મામલતદાર ગેટની આસપાસ ડસ્ટબીન વ્યવસ્થા ગોઠવવામાં ન આવતા ઠેર-ઠેર કચરાના ઢગ કચરાપેટી નહી હોવાના કારણે દિનપ્રતિદિન ગંદકીમાં વધારો થઈ નજરે પડતા હોય છે.