વાસનામાં કામાંધ બનેલા નરાધમની કરતુંત…ગરબાડા તાલુકાના નેલસુર ગામે બકરા ચરાવતી ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરી ભરૂચ મુકામે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યુ 

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ  

ગરબાડા તાલુકાના બાવકા ગામના વાસનામાં કામાંધ બનેલા નરાધમની કરતુંત 

ગરબાડા તાલુકાના ગામે બકરા ચરાવતી ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરી ભરૂચ મુકામે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યુ 

દાહોદ તા.૦૫

ગરબાડા તાલુકાના નેલસુર ગામનો ચકચાર બનાવ સામે આવ્યો છે જેમાં બે યુવકોએ એક ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ ભરૂચ મુકામે લઈ જઈ જ્યાં સગીરાને ગોંધી રાખી એકે પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાની મરજી વિરૂધ્ધ વારંવાર બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરા દ્વારા બંન્ને યુવકો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા ગત તા.૦૯મી જુનના રોજ નેલસુર ગામે બકરા ચરાવતી હતી આ દરમ્યાન દાહોદ તાલુકાના બાવકા ગામે રહેતો મુકેશ ઉર્ફે પ્રકાશભાઈ બાબુભાઈ ભાભોર અને તેની સાથે તેનો મીત્ર એમ બંન્ને જણા સગીરા પાસે આવ્યાં હતાં અને સગીરાને કહેલ કે, ચાલ આપણે લીમખેડા ફરવા જઈએ, તેમ કહી સગીરાને મોટરસાઈકલ પર બેસાડી લીમખેડા મુકામે લઈ ગયાં બાદ મુકેશ ઉર્ફે પ્રકાશભાઈએ સગીરાને કહેલ કે, તને મારી પત્નિ તરીકે રાખવી છે, તેમ કહી એક બસમાં સગીરાને બેસાડી તેનું અપહરણ કરી ભરૂચ મુકામે લઈ ગયો હતો જ્યાં સગીરાને એક ઘરમાં ગોંધી રાખી સગીરાની મરજી વિરૂધ્ધ મુકેશભાઈએ બળજબરીપુર્વક અવાર નવાર બળાત્કાર ગુજાર્યાે હતો. આ યુવકોના ચંગુલમાંથી છુટી સગીરા પોતાના ઘરે આવી સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો સગીરાને લઈ જેસાવાડ પોલીસ મથકે દોડી આવ્યાં હતાં જ્યાં અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ ઉપરોક્ત બંન્ને યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત બંન્ને યુવકોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

————————————–

Share This Article