યાસીન ભાભોર ફતેપુરા
*ફતેપુરા તાલુકા સ્વાગત કાર્યક્રમમા અગ્રણીને મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર દ્વારા હડધુત બહાર કાઢી મુકવાનો કરાયો પ્રયાસ:મામલતદારે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો.*
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરીએ તારીખ 26 એપ્રિલના રોજ ફતેપુરા તાલુકાના તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ફતેપુરાના મામલતદાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફતેપુરા સર્વે નંબર 135/2/1 ના લેન્ડ ગેબીંગ પ્રશ્ન અંગે ફતેપુરા નગરના ભરતભાઈ ગજાભાઈ પારગી એ પ્રશ્ન રજૂ કર્યો હતો.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભરતભાઈ ગજાભાઈ પારગી નો પ્રશ્ન રજૂ કરવાનો ક્રમાંક નંબર 3 હતો. જ્યારે ભરતભાઈ ગજાભાઈ પારગી નો નંબર આવ્યો ત્યારે ભરતભાઈ ગજાભાઈ પારગી તેમની સાથે આવેલા ફતેપુરા નગરના અગ્રણી ઇલ્યાસભાઈ ભાભોર ને લઈને સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર સમક્ષ ઉપસ્થિત થયા હતા.
ભરતભાઈ પારગીએ રજુ કરેલા પ્રશ્ન બાબતે ભરતભાઈ અને ઈલ્યાસ ભાઈ રજૂઆત કરતા હતા ત્યારે લેન્ડગ્રેબિંગના પ્રશ્નની વાત નીકળતા જ મહેસુલ મામલતદાર જયેન્દ્રભાઈ બચુભાઈ રાઠોડ એકદમ ગુસ્સામાં આવીને ભરત પારગી સાથે આવેલા અગ્રણી ઈલ્યાસ ભાભોરને હડધૂત કરવા લાગ્યા હતા અને કોન્ફરન્સ હોલમાંથી બહાર કાઢી મૂકવા નો પ્રયાસ હતો.
ત્યારે આ વખતે ઉપસ્થિત અરજદારે જણાવ્યું હતું કે આ અગ્રણીને હું મારી સાથે લાવ્યો છું અને તેઓ મારી સાથે જ બેસશે તેમ છતાંય મહેસુલ મામલતદાર જાણે કે આ અગ્રણીને સભાખંડ માંથી બહાર કાઢીને જ જંપશે તે રીતનું વર્તન કર્યું હતું અને આ લેન્ડ ગ્રેવીંગ કેસને દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય તેવું અરજદારને અને સાથે આવેલા અગ્રણીને લાગતું હતું.
ત્યારે સભાખંડમાં પાંચ મિનિટની રકઝક બાદ ફતેપુરા તાલુકાના મામલતદાર આર.પી. ડીંડોરે દરમિયાનગીરી કરતા આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે આ લેન્ડ ક્ર્રેબિંગ કેસ બાબતે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી અરજદાર ભરત પારગી દરેક સ્વાગત કાર્યક્રમોમાં રજૂઆત કરે છે અને દર વખતે તેઓની સાથે આ જ અગ્રણી ઇલ્યાસ ભાઈ ભાભોર ઉપસ્થિત રહે છે ત્યારે ગતરોજ યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં પણ ભરત પારગી સાથે ઇલિયાસ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લે મામલતદાર ની સમજાવટથી આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને ભરત પારગી તથા ઇલ્યાસ ભાભોર નો પ્રશ્ન સાંભળવામાં આવ્યો હતો અને ફતેપુરા સર્વે નંબર 135 /2/1 લેન્ડગ્રેબિંગ કેસ બાબતે મામલતદારે મહત્વનો નિર્ણય લઈને આ વિવાદિત મિલકતનો કબજો લઈ સીલ મારવા માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રીતે જણાવ્યું છે .