રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર પોલીસ મથકના મારામારી,લૂંટના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો..
અગિયાર માસથી ફરાર વોન્ટેડ આરોપીને પોલીસે દબોચ્યો
દાહોદ તા.16
ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામનો મારામારી,લૂંટ જેવા ગુન્હામાં સંડોવયેલ આરોપી ધાનપુર પોલીસ મથકે દાખલ ગુન્હામાં છેલ્લા 11 માસથી નાસતા ફરતા આરોપીને તેના ઘરેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી આમ લૂંટ મારામારીના ગુન્હામાં વોમટેડ આરોપીને જડપવામાં પોલીસને સફળતા સાંપડી હતી ધાનપુર પોલીસ મથકના અલગ અલગ ગુન્હામાં સંડોવયેલ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટિમો બનાવી સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સધન પેટ્રોલિંગ હાથ ધરી વ્યૂહાત્મક કામગીરી હાથ ધરી રહી છે જેના ભાગરૂપે ધાનપુર પોલીસ મથકના નોંધાયેલા મારામારી ,લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપી શંકર મીનામાને ગામ કાળાખૂંટ પોતાના ઘરે હોવાની પોલીસને બતમીમલી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી રેડ દરમિયાન પોલીસે તેને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી આમ પોલીસને ફરાર આરોપીને પકડવામાં સફળતા સાંપડી હતી આમ પોલીસે લૂંટ,મારામાંરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી જેલ હવાલે ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..