ધાનપુર પોલીસ મથકના મર્ડર,ઘાડ,લૂંટના 18 જેટલા ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કરાયો…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ધાનપુર પોલીસ મથકના મર્ડર,ઘાડ,લૂંટના 18 જેટલા ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કરાયો…

છેલ્લા ત્રણ વર્ષથી 18 જેટલા ગંભીર ગુન્હાના વોન્ટેડ આરોપીને પોલીસે દબોચ્યો 

ગરબાડા તા.16

ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ગામનો મર્ડર,ધાડ,લૂંટ જેવા 18 જેટલા વિવિધ ગુન્હામાં સંડોવયેલ આરોપી ધાનપુર પોલીસ મથકે દાખલ ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને તેના ઘરેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી આમ 18 જેટલા ગંભીર ગુન્હામાં વોમટેડ આરોપીને જડપવામાં પોલીસને સફળતા સાંપડી હતી ધાનપુર પોલીસ મથકના અલગ અલગ ગુન્હામાં સંડોવયેલ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટિમો બનાવી સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સધન પેટ્રોલિંગ હાથ ધરી વ્યૂહાત્મક કામગીરી હાથ ધરી રહી છે જેના ભાગરૂપે ધાનપુર પોલીસ મથકના નોંધાયેલા મર્ડર,લૂંટ,ધાડના 18 જેટલા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ આરોપી સુભાષ ભુરીયા ગામ વાસીયા ડુંગરી પોતાના ઘરે હોવાની પોલીસને બતમીમલી હતી અને બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી રેડ દરમિયાન પોલીસે તેને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી આમ પોલીસને ફરાર આરોપીને પકડવામાં સફળતા સાંપડી હતી આમ પોલીસે મર્ડર,લૂંટ,ધાડ જેવા ગંભીર વિવિધ 18ના વોન્ટેડ આરોપીને ઝડપી જેલ હવાલે ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

Share This Article