દાહોદ નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી: 15 વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીમાં મહિલાઓને પ્રાધાન્ય અપાયો..
15 પૈકી 8 ખાતાઓની ચેરમેનશીપ મહિલાઓના ફાળે: કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા સભ્યને પણ ચેરમેનશીપમાં સામેલ.
ચેરમેનશીપની વરણીની જાહેરાત બાદ કહી ખુશી કભી ગમ નો માહોલ:કેટલાય સુધરાવી સભ્યો માં છૂપો અસંતોષ જોવાયો..
મચેરમેનોની વરણી આગામી સમયમાં યોજાયેલી પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી પહેલાની એક્સરસાઇઝ.
સિનિયર કહેવાતા ગોપી દેસાઈને બાંધકામ સમિતિના ચેરમેન નિયુક્ત કરાતા પ્રમુખ પદની રેસમાંથી બહાર થયા…
દાહોદ તા.15

દાહોદ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી ખાસ સામાન્ય સભામાં 16 વિવિધ ખાતાઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી.જોકે આ ચેરમેનોની વરણી બાદ કહી ખુશી કહીં ગામ નો માહોલ જોવા મળ્યો હતો તો સાથે સાથે કેટલાક સુધરાઈ સભ્યોમાં છૂપો અસંતોષ જોવા મળ્યો હતો.તો બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા આયાતી સુધરાઈ સભ્યો પૈકી એક સભ્યનું ચેરમેન પદોમાં વરણી કરી બેલેન્સ જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ તબક્કે નવનિયુક્ત ચેરમેનો ખરા અર્થમાં પદોનું મૂલ્યાંકન સમજી પોતાની દાહોદ વાસીઓની સુખાકારી તેમજ સુવિધાઓને સુવિધાઓને કેન્દ્રમાં રાખી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે તેવી શુભકામનાઓ સાથે નવનિયુક્ત ચેરમેનોને ચાર્જ સોંપવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી.
દાહોદ નગરપાલિકામાં વિવિધ સમિતિની ચેરમેનોની વરણી છેલ્લા આઠ મહિનાઓ થી પેન્ડિંગ પડેલી હતી. દાહોદ નગરપાલિકાના વહીવટ તેમજ કેટલાક પ્રશ્નોને લઈ ભાજપના સુધરાઈ સભ્યોનો અંદરો અંદરનો વિખવાદ ગત સમયમાં યોજાયેલી સામાન્ય સભાઓમાં નરી આંખે જોવા મળ્યો હતો. એક ચર્ચા મુજબ પાલિકાના વહીવટ તેમજ શાસન પોતાના તાંબામાં રહે તે માટે સુધરાઈ સભ્યો વચ્ચે ટાટીયા ખેચ શરૂ થઈ ગઈ હતી અને પરિણામ સ્વરૂપ પાલિકાના સુધરી સભ્યોમાં ચારથી પાંચ જૂથો એકબીજાને હરાવવા મેદાને પડ્યા હતા. એટલે ઇનશોર્ટ આવા ઘણા ખરા પ્રશ્નોને લઈ વિવિધ સમિતિના ચેરમેનોની વરણી આગળ ઠેલાતી જઈ રહી હતી.જોકે હવે પ્રમુખ પદની ટર્મનો સમય નજીક આવી રહ્યો હોવાથી વિવિધ સમિતિના ચેરમેનની વરણી ફરજિયાત બની હતી. એટલે શેરમાનોની વરણીને લઈ મોવડી મંડળ દ્વારા પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી. અને આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ સમિતિના ચેરમેનોનો મેન્ડેડ લઈ દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ, મહામંત્રી હિમાંશુ નાગર તેમજ ભરતભાઈ સોલંકી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વંદે માતરમના ગાન સાથે શરૂ થયેલી સામાન્ય સભામાં 15 જેટલા વિવિધ સમિતિઓના ચેરમેનોની જાહેરાત કરવામાં આવી હતી તો આ વખતે એક વિશિષ્ટ ચેરમેનશીપ પણ ઉમેરવામાં આવી છે. જોકે આ ચેરમેનની જવાબદારી શું અને તેના કાર્યો શું કરવાના છે. તે અંગે પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસરને પણ ખબર નહોતી. છેવટે તમામ ચેરમેનોની વરણી અંગે જાહેરાત કરવામાં આવતા કહી ખુશી કભી ગમ નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ કેટલાક સુધરાઈ સભ્યોમાં છૂપો અસંતોષ પણ જોવા મળ્યો હતો.
ચેરમેનોની વરણી આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી પહેલાની એકસારસાઈઝનું અનુમાન..
નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ દ્વારા વિવિધ સમિતિઓના ચેરમેનોને વરણીની જાહેરાત કરવામાં આવી હતી. ચેરમેનોની જાહેરાતની સાથે જ ઘણી ખરી બાબતો પણ સ્પષ્ટ થઈ જવા પામી છે.આજે જાહેર કરાયેલી ચેરમેનશીપમાં આમ તો સૌથી વધારે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યો હતો.તો બીજી તરફ વિવિધ સમિતિની વરણીઓમાં જે રીતે ઘણા સિનિયરોની બાદબાકી કરવામાં આવી છે. તે જોતા સ્પષ્ટ પણે લાગે છે કે બાકી રહેલા સિનિયર સુધરાઈ સભ્યો અગામી 6 કે 8 મહિના પછી યોજનારી પ્રમુખ/ઉપ પ્રમુખની દાવેદારી કરશે તે ચોક્કસપણે કહી શકાય. તો બીજી તરફ ભલે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આયાતી સુધરાઈ સભ્યોને ભાજપના પ્રાથમિક સદસ્ય ન બનાવ્યા પરંતુ તે પૈકી એકને ચેરમેન શિપમાં સામેલ કરી બેલેન્સ રાખવાનો પ્રયાસ કર્યો છે.
મોવડી મંડળે પાલિકામાં સિનિયર ગણાતા ગોપી દેસાઈને બાંધકામ સમિતિનો ચેરમેન બનાવી પ્રમુખ પદની રેસમાંથી બહાર કર્યો..
દાહોદ નગરપાલિકાની આ ટર્મની અઢી વર્ષ માટે પ્રમુખપદનું કાર્યકાળ આગામી છ થી આઠ મહિનામાં પૂર્ણ થવાનો છે. અને આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદની પુરુષ જનરલ સીટ માટે રિઝર્વ કરવામાં આવી છે. આવા સંજોગોમાં વોર્ડ નંબર છ માંથી ચૂંટાયેલા નીરજ દેસાઈ (ગોપી) ની ગણતરી સિનિયર સુધરાઈ સભ્યોની હરોળમાં સામેલ હતા. તો બીજી તરફ ગોપી દેસાઈ વહીવટમાં પણ કુશળતા ધરાવતા હોવાથી પ્રમુખ પદની રેસમાં તેઓ પણ સામેલ હતા. પરંતુ આજરોજ મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલી વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીમાં ગોપી દેસાઈને બાંધકામ સમિતિમાં ચેરમેનશિપ આપી દૂધમાંથી માખી કાઢતા હોય તેમ પ્રમુખપદની રેસમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો છે.
