
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો અકબંધ… વિતેલા ૨૪ કલાકમાં માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં ચાર લોકો કાળનો કોળીયો બન્યા,
દાહોદ તા.૨૯
#paid pramotion
Contact us :- sunrise public school
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે માર્ગ અકસ્માતોની વણઝારને પગલે માર્ગ અકસ્માતના સર્જાયેલ ચાર બનાવોમા ચાર જણાના અકાળે મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ગત તા.૨૮મી જુનના રોજ બનવા પામ્યો હતો જેમાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં કામ કરી રહેલ ફતેપુરા તાલુકાના ચીખલી ગામે કટારા ફળિયામાં રહેતાં જાેતીભાઈ કટારાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી ચાલક નાસી જતાં જાેતીભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતી હતી જેને પગલે તેઓનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે મૃતક જાેતીભાઈ કટારાના પુત્ર સુરેશભાઈ કટારાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
➡️ગોયલ બુક & જનરલ સ્ટોર્સ
અંકિત હોસ્પિટલ ની પાસે, દોલતગંજ બજાર, પોલીસ ચોકી નંબર 3 સામે, ગૌશાળા ચોક, દાહોદ. મો.9016999825
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે હાઈવે રોડ પર ગત તા.૨૭મી જુનના રોજ બનવા પામ્યો હતો જેમાં એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ એક ૩૫ વર્ષીય અજાણ્યા પુરૂષને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં ૩૫ વર્ષીય અજાણ્યા પુરૂષને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન ૩૫ વર્ષીય અજાણ્યા પુરૂષનું મોત નીપજતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે ગત તા.૨૫મી જુનના રોજ બનવા પામ્યો હતો જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે કાળીડુંગરી ગામે હાઈસ્કુલ સામે રોડ પરથી પસાર થઈ રહેલ ૨૨ વર્ષીય ધ્રુપલબેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ (રહે.ભીલપુરાગામ, તા.જી.છોટાઉદેપુર)ને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી મોટરસાઈકલનો ચાલક નાસી જતાં ધ્રપુલબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ધ્રુપલબેનનું મોત નીપજતાં આ સંબંધે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં રહેતાં શર્મિષ્ઠાબેન રાજેન્દ્રસિંહ પરમારે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ચોથો બનાવ લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી જુનના રોજ સીંગવડ તાલુકાના મેથાણ ગામે આંકડા ફળિયામાં રહેતાં પ્રદિપકુમાર તેરસીંગભાઈ વળવાઈ અને રમેશભાઈ એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ઉમેદપુરા ગામેથી નદીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં અચાનક મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ રમેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં રમેશભાઈનું મોત નીપજ્યું હતું. આ સંબંધે મેથાણ આંકડા ફળિયામાં રહેતાં શંકરભાઈ સુરસીંગભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————