
સંજેલી આઇસીડીએસ ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.
આંગણવાડી કાર્યકર ને બાળકને નિયમિત અને સમયસર મેનુ મુજબ આહાર મળે તે માટેની સૂચના આપવામાં આવી..
સંજેલી તા.27
સંજેલી આઇસીડીએસ ખાતે પોષણ પખવાડિયા ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ મહોદય સંજેલી મામલતદાર વિ.એમ. રાઠોડ તથા ઈં.ચા. તાલુકા વિકાસ અધિકારીશ્રી એલ.ડી. મકવાણા સાહેબ,આરોગ્ય શાખામાંથી આરબી. એસ. કે.dr. યોગેન્દ્ર રતેડાં સાહેબ તથા ઈ. ચા.સીડીપીઓ દમયંતીબેન બામણીયા અને આઇસીડીએસ શાખાનો તમામ સ્ટાફ હાજર રહીયો હતો. મામલતદાર મેડમ શ્રી દ્વારા સંજેલી તાલુકો કુપોષણ માથી મુક્ત કરવા આહવાન કરવામાં આવ્યું.પોષણ પખાવાડીયા અંતર્ગત વાનગીનું સ્થળ પર હાજર રહી નિદર્શન કરી આંગણવાડી કાર્યકર ને બાળકને નિયમિત અને સમયસર મેનુ મુજબ આહાર મળે તે સમજણ આપવામાં આવી.