સંજેલી નગરમાં દૈનિક પ્રાથમિક સુવિધા આપવા TDO રજુઆત કરાઈ

Editor Dahod Live
2 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલી નગરમાં દૈનિક પ્રાથમિક સુવિધા આપવા TDO રજુઆત કરાઈ

ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી,

દૈનિક નળ મારફતે પાણી આપવા માંગ, કૂવામાં પાણી છે પણ પંચાયત તંત્રમાં પાણી નથી

પવિત્ર રમજાન માસમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ તેમજ પ્રાથમિક સુવિધા આપવા રજુઆત 

સંજેલી તા.24

રમજાન મહિનામાં વિવિધ વિસ્તારોમાં સફાઈ અને નિયમિત પાણી મળી રહે તે માટે અનીશભાઈ ડબ્બા દ્વારા તાલુકા સહિત સંજેલી પંચાયતને લેખિત રજૂઆત કરવામાં આવી. મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસનો મહિનાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે રમજાન મહિનામાં રોજમદારોને તકલીફ ન પડે તે માટે સંજેલી નગરના મુસ્લિમ વિસ્તારમાં નિયમિત સાફ-સફાઈ કરાવવા અને નિયમિત પાણી આપવા આગોતરું આયોજન કરવા માટે સંજેલીના અનીશભાઈ ડબ્બા દ્વારા તાલુકા પંચાયત તેમજ સંજેલી પંચાયતને લેખિત રજૂઆત કરવામાં આવી છે સંજેલીની વિવિધ વિસ્તારો તેમજ રસ્તાઓ પર સાફ-સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ પૂરતા પ્રમાણમાં પિવાનું પાણી આપવું અને બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરવામાંમાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સંજેલી નગરમાં તારીખ 23મી માર્ચથી પવિત્ર રમજાન શરૂ થઈ ચુક્યો છે જ્યારે આ વખત રમજાન માસ ઉનાળાની ઋતુમાં આવનાર હોવાથી રમઝાન માસને ધ્યાને લઈ અનીશભાઈ ડબ્બા દ્વારા પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે સંજેલી તાલુકા વિકાસ અધિકારી તેમજ સંજેલી પંચાયતને ધાર ધાર રજૂઆત કરવામાં આવી હતી. કૂવામાં માં દૈનિક પાણી આપે તેટલું પાણી છે પણ સંજેલી ગ્રામ પંચાયતમાં પાણી નથી.

Share This Article