રાહુલ ગારી
ધાનપુર તાલુકાના મંડોર Phc ખાતે વિશ્વ ટી.બી દિવસની ઉજવણી કરવામાં આવી
ગામ લોકોને ટી.બીના રોગ વિશે માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા
ગરબાડા:-૨૪
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના મડોર પી.એચ.ચી ખાતે વિશ્વ ટી.બી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંડોર પી.એસ.સી દ્વારા આજુ બાજુ વિસ્તારના ગામ લોકોને ટી.બી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિસ્તારમાં સંસ્કાપદ દર્દીઓના ટી.બીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને સાથે સાથે એક્સરે પણ કરવામાં આવ્યા હતા. આ ટી.બી દિવસની ઉજવણીમાં મેડિકલ ઓફિસર ગુંજન અમલીયાર આર.બી.એસ.કે ડોક્ટર ભાવેશ સોલંકી સી.એચ.ઓ બારીયા રવિરાજસિંહ રાઠોડ પ્રશાંત અને ડામોર ભગવતી તેમજ એમ.પી.એચ.ડબલ્યુ નરેશ મકવાણા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..