કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના વાલાગોટા પ્રાથમિક શાળા ના 72 માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ..
સીંગવડ તા.21
સિંગવડ તાલુકાના વાલાગોટા પ્રાથમિક શાળા ખાતે 72 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પરમાર તાલુકા પંચાયત સભ્ય સરપંચ બીઆરસી કોઓર્ડીનેટર શિક્ષક સંઘના પ્રમુખ તેમજ શૈક્ષિક સંઘના પ્રમુખ મંત્રી વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમ ની શરૂઆતમાં દીપ પ્રગટાવીને સંસ્કૃત કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો જ્યારે શાળાના આચાર્ય શ્રી શિક્ષક ગણ શાળાના વ્યવસ્થાપન સમિતિ તેમજ સરપંચ શ્રી ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉસ્તાપૂર્વક કેક કાપવામાં આવ્યો હતો ત્યાર પછી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરી શાળાના 72 માં સ્થાપના દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી