
દાહોદમાં 108 ના કર્મચારી દ્વારા નવા વર્ષની ઉજવણી કરાઈ…
દાહોદ તા.02
દાહોદ જિલ્લામાં કાર્યરત ગ્રીન હેલ્થ સર્વિસિસ ના અલગ અલગ પ્રોજેક્ટ 108, ખિલખિલાટ, એમ વ્હી ડી & ૧૯૬૨ પ્રોજેક્ટ, 181 અભયમ, MHU ( આરોગ્ય સંજીવની ) એમ્બ્યુલન્સ , ધન્વંતરિ રથ ના કર્મચારીઓ દ્વારા આ દિવસે કેક કાપીને મો મીઠું કરી ઉજવણી કરી.
આજ રોજ 2023 નું નવું વર્ષ શરૂ થતું હોવાથી દાહોદ જિલ્લામાં કાર્યરત ગ્રીન હેલ્થ સર્વિસિસ ના અલગ અલગ પ્રોજક્ટ 108, ખિલખિલાટ, એમ વ્હી ડી & ૧૯૬૨ પ્રોજેક્ટ, 181 અભયમ,MHU આરોગ્ય સંજીવની એમ્બ્યુલન્સ, ધન્વંતરિ રથના કર્મચારીઓ દ્વારા નવા વર્ષમાં ઉત્કૃષ્ટ, પારદર્શક, અને સામાન્ય જનતા ના હીત માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને 2022 વધુ સારી કામગીરી ને બિરદાવવામાં આવી અને આ માનવ જિંદગી બચાવવા નું ભગીરથ કાર્ય આગળ વધારીશું તેવી પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં દહોદ જિલ્લા ના આર.સી.એચ.ઓ ડો. ઉદયકુમાર ટીલાવત સાહેબ
શ્રી, ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો સિંહ સાહેબશ્રી દ્વારા બધા ને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું… આ કાર્યક્રમમાં ઇમરજન્સી executive મનોજ કુમાર જમીલહુસૈન શૈખ, પ્રોજેક્ટ કોડીનેટર અશોકકુમાર જાગીડ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં…