રાજકારણના એપી સેન્ટર તરીકે ગણાતી લીમખેડા બેઠક પર ખેલાયેલા ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ…  

Editor Dahod Live
2 Min Read

રાજકારણના એપી સેન્ટર તરીકે ગણાતી લીમખેડા બેઠક પર ખેલાયેલા ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ…  

લીમખેડા બેઠક પર કોંગ્રેસનો કંગાળ દેખાવ આપને આભારી:

મત ગણતરીના અંતે આમ આદમી પાર્ટી મતોમાં બીજા ક્રમાંકે: કોંગ્રેસનું કચ્ચરઘાણ વળ્યું…

દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લાની ૦૬ એ ૦૬ બેઠકો પર ભાજપે પ્રચંડ બહુમતીથી જીત મેળવી તમામ રાજકીય વિશ્લેષકોની ધારણાઓને ખોટી પાડી સૌને સ્તબ્ધ કરી દીધાં છે. લીમખેડા વિધાનસભા બેઠક પર ફેલાયેલા આ ખરાખરીના જંગમાં ભાજપના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.જયારે બદલાયેલા સમીકરણોએ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ગણિત બગાડી દીધા હતા.દાહોદ જિલ્લામાં રાજકારણનું એપી સેન્ટર ગણાતું લીમખેડા બેઠક ઉપર ખુબજ પાતળી સરસાઈથી ભાજપે વિજય મેળવતાં જિલ્લાના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યાં છે. લીમખેડા વિધાનસભા બેઠક પર ભાજપના શૈલેષભાઈ ભાભોરે આમ આદમી પાર્ટીના નરેશભાઈ બારીયાને 3663 જેટલી નજીવી સરસાઈથી હરાવ્યા છે.મત ગણતરીના પહેલા રાઉન્ડથી જ આ બેઠક પર ભાજપ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર ચાલી રહી હતી. અને પરિણામના અંતમાં લીમખેડા ના વર્તમાન ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોરે નજીવી સરસાઈથી જીત હાંસલ કરી હતી. જોકે ચોકાવનારી વાત એ છે કે આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ગોદીયા માત્ર 8000 વોટ લાવતા તેમને ડિપોઝિટ પણ જપ્ત થવા પામી છે. અત્રે કહી શકાય કે આદિવાસી બાહુબલી ધરાવતા દાહોદ જિલ્લાના રાજકારણના એપી સેન્ટર ગણાતી લીમખેડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું કચ્ચરઘાણ આમ આદમી પાર્ટીને આભારી છે. આમ આજની પાર્ટી એ આ બેઠક પર સાઇલેન્ટ પ્રચાર કર્યો હતો જેના પરિણામ સ્વરૂપ આપના પાર્ટીના નરેશ બારીયા 65,754 જેટલા મતોએ કોંગ્રેસનું ગણિત બગાડી દીધું હતું.

Share This Article