
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ જિલ્લામાં બાઈક ચોરીનો સિલસિલો યથાવત… દાહોદમાં બે જુદી-જુદી જગ્યાએથી વધુ બે બાઈક ચોરાઈ
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી મોટરસાઈકલ ચોર ટોળકીએ તરખાટ મચાવી બે મોટરસાઈકલોની ઉઠાંતરી કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાં પામી છે.
દાહોદ જિલ્લામાં જાણે મોટરસાઈકલ ચોર ટોળકી સક્રિય બની છે. રાત્રી પોલીસની પેટ્રોલીંગને ખુલ્લેઆમ જાણે ચેલેન્જ ફેંકતી આ ચોર ચોળકી મોડી રાત્રીના સમયે અને ધોળે દિવસે પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલોની ઉઠાંતરી કરી લઈ જતાં વાહન ચાલકોમાં રોષની લાગણી પણ વ્યાપી છે ત્યારે દાહોદ જિલ્લામાંથી વધુ બે મોટરસાઈકલો ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાં પામી છે. દાહોદ શહેરના ઠક્કર ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૬મી મેના રોજ આ વિસ્તારમાં લક્ષ્મી બિલ્ડીંગમાં રહેતાં હાડા દિલીપકુમાર બળવંતસિંહે પોતાની મોટરસાઈકલ પોતાના બિલ્ડીંગની નીચે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે હાડા દિલીપકુમાર બળવંતસિંહે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૩મી મેનારોજ લીમડી નગરના મહાદેવ રોડ, પાણીની ટાંકા પાસે રહેતાં પંકજકુમાર રાજેન્દ્રભાઈ સોનીએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પંકજકુમાર રાજેન્દ્રભાઈ સોનીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
————————————