દાહોદ તાલુકાના ચંદવાણાની પરણિતાને પતિ તેમજ સાસરિયાંઓ દ્વારા પ્રાસ ગુજારતા પરણિતાની પોલીસમાં રાવ 

Editor Dahod Live
2 Min Read

દાહોદ તાલુકાના ચંદવાણાની પરણિતાને પતિ તેમજ સાસરિયાંઓ દ્વારા પ્રાસ ગુજારતા પરણિતાની પોલીસમાં રાવ 

દાહોદ તા.૦૭

દાહોદ તાલુકાના ચંદવાણા ગામે એક પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પરણિતાએ ન્યાયની ગુહાર માટે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાં છે.

દાહોદ તાલુકાના બોરખેડા ગામે લબાના ફળિયામાં હાલ પોતાના પિયરમાં રહેતી અને ચંદવાણા ગામે લબાના ફળિયામાં લગ્ન કરાવેલ પ્રિયંકાબેન પંકજકુમાર બડદવાલના લગ્ન તારીખ ૧૦.૦૫.૨૦૦૯ના રોજ તેમના સમાજના રીત રીવાજ મુજબ થયાં હતાં. લગ્ન જીવન દરમ્યાન પ્રિયંકાબેનને સંતાનમાં બે પુત્રીઓ હતી. લગ્નના થોડા સમય સુધી પતિ પંકજકુમાર પ્રતાપસિંહ બડદવાલ અને સાસરીપક્ષના પ્રતાપસિંહ બળવંતસિંહ બડદવાલ, શુશીલાબેન પ્રતાપસિંહ બડવાલે સારૂ રાખ્યાં બાદ પરણિતા પ્રિયંકાબેન ઉપર પતિ તથા સાસરીયાઓએ પોત પ્રકાશ્યું હતું અને પતિ દ્વારા એકવાર લોખંડની પાઈપ પ્રિયંકાબેનને ડાબા હાથે મારી દિધેલ હતી ત્યાર બાદ અવાર નવાર મેળા ટોળા મારી પતિ પંકજકુમાર પરણિતા પ્રિયંકાબેનને કહેલ કે, તુ તારા બાપાના ઘરેથી દહેજમાં પંદર લાખ રૂપીયા લઈ આવ તેમજ પ્રિયંકાબેનના સાસુ અને સસરા દ્વારા પરણિતા પ્રિયંકાબેનને ધાકધમકીઓ આપી, તુ આ ઘરમાંથી નીકળી જા, અમારે બીજી પત્નિ લાવવાની છે, તેમ કહી અવાર નવાર મેળા ટોળા મારી પ્રિયંકાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે પ્રિયંકાબેનને ઘરમાંથી કાઢી મુકતાં પ્રિયંકાબેન તેના પિયરમાં આવી પહોંચી હતી અને આ સંબંધે પ્રિયંકાબેન પંકજકુમાર બડદવાલે પોતાના પતિ તથા સાસુ, સસરા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————–

Share This Article