Thursday, 26/12/2024
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયામાં બાઈક સવાર લુટારૂઓ મહિલાની ચેઈન ની લૂંટ ચલાવી પતિને દાંતરડુ માર્યું…

January 10, 2023
        319
દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયામાં બાઈક સવાર લુટારૂઓ મહિલાની ચેઈન ની લૂંટ ચલાવી પતિને દાંતરડુ માર્યું…

દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયામાં બાઈક સવાર લુટારૂઓ મહિલાની ચેઈન ની લૂંટ ચલાવી પતિને દાંતરડુ માર્યું…

દાહોદ તા.10

દેવગઢ બારીઆના ડાંગરીયા ગામે ધોળે દહાડે લાલ-કાળા કલરની મોટર સાયકલ પર 20 થી 25 વર્ષની ઉંમરના અજાણ્યા પેન્ટ શર્ટ ધારી લૂંટારૂઓ ત્રાટક્યા હતા. તેમણે મહિલાના ગળામાં પહેરેલ રૂા. 60,000ની કિંમતની ત્રણ તોલાની સોનાની ચેન લૂંટી લઈ તે મહિલાના પતિને દાતરડું મારી હાથે ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ મોટર સાયકલ લઈ ફરાર થઈ જતા ફરિયાદ નોંધાવાઈ છે.

દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામના ટાંડા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ કાંતીભાઈ પરમારની પત્ની તેના ગામની ફોરેસ્ટ નર્સરીની નજીક રોડ પર આવી રહ્યા હતા. તે વખતે લાલ-કાળા કલરની મોટર સાયકલ પર 20 થી 25 વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા લૂંટારુઓ ધસી આવ્યાં હતા. ઘટનાને અંજામઆપી લૂંટારા ફરાર થઈ ગયા તેમણે પ્રવીણભાઈ પરમારની પત્નીના ગળામાં પહેરેલો આશરે રૂા. 60 હજારની કિંમતના ત્રણ તોલા વજનની સોનાની ચેન લૂંટી લીધી હતી. તે વખતે પ્રવીણભાઈ પરમાર પોતાની પત્ની પાસે દોડી આવતા ત્રણ પૈકીના બીજા બે ઈસમો પ્રવીણભાઈ પરમાર પાસે ગયા હતા અને તેમાનાં એક ઈસમે પ્રવીણભાઈ પરમારને કોણીથી નીચેના ભાગે લોખંડનું દાતરડું મારી ઈજા પહોંચાડી તે ત્રણે ઈસમો મોટર સાયકલ લઈ નાસી ગયા હતા. આ સંબંધે ડાંગરીયા ગામના ટાંડા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ કાંતીભાઈ પરમારે દેવગઢ બારીયા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે લુંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!