ઈરફાન મકરાણી :- દેં. બારીયા
દે.બારીયા નગરમાં બનાવેલ છ મજલાના એક બિલ્ડિંગમાં ૧૧ દુકાનોને પાલિકા તંત્ર દ્વારા સીલ કરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ..
છ મજલાના આ બિલ્ડિંગમાં ૨૨ દુકાનો અને ૯૨ ફ્લેટનું બાંધકામ:બાંધકામની મંજૂરી મેળવીને બાંધકામ શરૂ કરાયું હતું
તંત્ર દ્વારા ચકાસણી પણ કરી દેવાય હતી:આ છ મજલાના બાંધકામને લઈ પાલિકાના એક સદસ્ય દ્વારા અરજી કરાતા દુકાનો સીલ મરાય
દુકાનોને સીલ મારતા અન્ય બાંધકામ કરતા બિલ્ડરોમાં ફફડાટ
દેં. બારીયા તા.07
દે.બારીયા નગરના રાધે ગોવિંદ મંદિર સામે બનેલ ૬ મજલાની એક બિલ્ડીંગ જેમાં ૨૨ દુકાને ૯૨ ફ્લેટ બનેલ બિલ્ડીંગમાં ગેરકાયદેસર બાંધકામ થયા હોવાને લઈ પાલિકાના એક સદસ્ય દ્વારા અરજી કરાતા આ અરજીના આધારે પાલિકા તંત્ર દ્વારા આ બિલ્ડીંગની ૧૧ દુકાનોની સીલ મારી દેતા બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરના રાધે ગોવિંદ મંદિર સામે ૨૦૧૮ ની સાલમાં બાંધકામની મંજૂરી મેળવીને બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં છ મજલા ની બિલ્ડીંગમાં ૨૨ દુકાન અને ૯૨ જેટલા ફ્લેટ બનાવવામાં આવ્યા છે ત્યારે આ બિલ્ડિંગ બનાવનાર કમલેશ પાઠક દ્વારા પાલિકામાંથી આકારણી પણ મેળવી લીધેલ અને તે પછી આ બાંધકામ ગેરકાયદેસર થયું હોવાનું પાલિકાના સદસ્ય ગૌરાંગ પંડ્યા દ્વારા નગરપાલિકામાં અરજી આપતા જે અરજીના અનુસંધાને પાલિકાતંત્ર દ્વારા આ બિલ્ડીંગની અધૂરી કામગીરી તેમજ બાંધકામ મંજૂર થયેલા નકશા પ્રમાણે ના કર્યું હોવાને લઈ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી, જે આકારણી મંજૂર કરવામાં આવી હતી તે આકારણી ના મંજૂર કરી આ છ મજલાના બિલ્ડિંગમાંની ૧૧ જેટલી કોમર્શિયલ દુકાનોની પાલિકા તંત્ર દ્વારા એકાએક સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતા બિલ્ડીંગ માલિક કમલેશ પાઠક સહિત નગરજનો મોટી સંખ્યામાં અહીં દોડી આવ્યા હતા.
દે.બારિયા નગરમાં અગાઉ 64 દુકાનના શોપિંગ સેન્ટરને 2017માં ગેર કાયદેસર બાંધકામ હોવાનું કહી સીલ મારવામાં આવ્યું હતું જે દુકાનોનું સીલ હજી ખોલવામાં આવ્યું નથી ત્યારે વધુ એક બિલ્ડીંગને પાલિકા તંત્ર દ્વારા સીલ કરાતા ફફડાટ નો માહોલ જોવા મળી રહ્યો છે.
હાઈરાઇઝ બિલ્ડીંગ મંજૂરી વગર કેવી રીતે બની? પાલિકા તંત્રના વિભાગની લોલમ પોલ છતી થઈ
છ મંજલાની આ બિલ્ડિંગમાં 22 દુકાન અને 92 જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવ્યા છે તે બિલ્ડીંગને અગાઉ પાલિકા દ્વારા આકારણી પણ કરી આપી હતી. જે પછી લેખિત રજૂઆત થતા આ આકારણી રદ કરવામાં આવી ત્યારે આ આકારની મંજૂર કરી તે વખતે પાલિકાના કર્મીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં નહીં આવી હોય કે પછી ક્યાંક ભીનું સંકેલ્યું હોય તેમ લોકમુકે ચર્ચાઈ રહ્યું છે.
બિલ્ડીંગ આખી બની ગઈ ત્યાં સુધી પાલીકાના સત્તાધીશો દ્વારા કેમ આ બિલ્ડીંગના ગેરકાયદેસર બાંધકામને અટકાવવા માટે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરી જે ચર્ચાનો વિષય બન્યો છે.
દેવગઢબારિયા માં ગેરકાયદેસર બાંધકામ અંગે પાલિકા તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં: નગરમાં ચાલતા બાંધકામોમાં વાલા ધવલાના નીતિના આક્ષેપો
દે.બારિયા નગરમાં અનેક મોટા બાંધકામો ધમધમી રહ્યા છે જેમાં કેટલાય ગેરકાયદેસર બાંધકામો તો પણ ધમધમાટ જોવાઈ રહ્યો છે ત્યારે આ ગેરકાયદેસર બાંધકામોમાં તેને લઈ પણ અનેક મૌખિક તેમજ લેખીત રજૂઆત કરવા છતાં પણ સત્તાધીસો દ્વારા આજ દિન સુધી કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી તો શું તંત્ર દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે ?
નગરમાં ગેરકાયદેસર બાંધકામમાં પાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓના બાંધકામોનો સમાવેશ:વાળ જ ચીભડા ગળતી હોય તો ફરિયાદ કોને કરવી..? યક્ષ પ્રશ્ન
નગરમાં કેટલાક પાલિકા સભ્યો થી લઇ પાલિકાના કર્મીઓ દ્વારા પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે આવા કર્મીઓ અને સભ્યોના બાંધકામ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ખરું ?ત્યારે આ સીલ મારવાની કામગીરી દરમિયાન પાલિકાના માજી પ્રમુખ ગોપાલસિંહ ઝાલા પણ આવી પોહચતા સતાધીશ અધિકારીઓ ને આડે હાથ લઈ આટલું મોટું બિલ્ડીંગ બન્યું ત્યાં સુધી ક્યાં ગયાં હતાં કેમ કોઈ પગલાં લેવામાં ન આવ્યા જેમ કહી અધિકારી નો ઉધડો લેતા કેટલાક અધિકારીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા.