સિંગવડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા ખાતે કોવિડ-19 ની વેક્સીનનો ડ્રાય રન કરાયું

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા ખાતે કોવિડ-19 ડ્રાય રન યોજાયો

સીંગવડ તા.09

સીંગવડના દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવનાર દિવસોમાં આપવામાં આવનાર કોરોના વેક્સિન માટેનો ડ્રાય રન યોજવામાં આવ્યો તેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મછાર ના  માર્ગદર્શન હેઠળ કોરોના મહામારી સામે આગામી દિવસોમાં અપાનારી કોરોનાની રસીનો તબક્કાવાર અને સચોટ રીતે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવનાર છે.જેમાં કોરોના

વેક્સિન લેનાર વ્યક્તિના મોબાઈલ ઉપર ભારત સરકારની રસીકરણ લીધેલ છે. તેનો મેસેજ પણ આવી જશે આ સંપૂર્ણ ડ્રાય રન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા મેડિકલ ઓફિસર ડોક્ટર જીગ્નેશ ચારેલ થતા તેમના સંપૂર્ણ ટીમ દ્વારા યોજવામાં આવ્યો હતો તથા આગામી દિવસોમાં સંપૂર્ણ સિંગવડ તાલુકા માં પદ્ધતિસર રસીકરણ આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

Share This Article