Thursday, 26/12/2024
Dark Mode

સીંગવડ તાલુકાના મેથાણ જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ જોડે બેઠક યોજાઈ

સીંગવડ તાલુકાના મેથાણ જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ જોડે બેઠક યોજાઈ

કલ્પેશ શાહ :- સીંગવડ

સીંગવડ તાલુકાના મેથાણ જિલ્લા પંચાયત સીટ ના કાર્યકર્તાઓ જોડે બેઠક કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સીંગવડ તા.07

સિંગવડ તાલુકામાં આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને ચૂંટણી આવવાની હોય તેને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી માટેની તૈયારીના ભાગરૂપે સિંગવડ તાલુકાની મેથાણ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની સીટ માટે નાના આંબલીયા સરદાર પટેલ હાઇ સ્કૂલ ખાતે બેઠક યોજવામાં આવી હતી.જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શંકર અમલિયાર માજી ધારાસભ્ય વિછીયા ભાઈ ભુરીયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી.કે. કિશોરી દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ એન.ડી. પટેલ પૂર્વ મેથાણ જિલ્લા પંચાયત સભ્ય મહેશ પટેલ ભારતીય જનતા પાર્ટી યુવા પ્રમુખ મહેન્દ્ર પટેલ તથા મહામંત્રી શ્રી ઓ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા મેથાણ જિલ્લા પંચાયતમાં આવતા સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.ત્યાર પછી દાહોદના સાંસદ દ્વારા કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની યોજના લોકો સુધી પહોંચવા જણાવવામાં આવ્યું હતું.

error: Content is protected !!