Friday, 24/01/2025
Dark Mode

દે. બારીયા:ભારતીય સ્ટેટ બેંક અને શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકાના સહયોગથી ડિજિટલ પેમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

દે. બારીયા:ભારતીય સ્ટેટ બેંક અને શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકાના સહયોગથી ડિજિટલ પેમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

 મઝહર અલી મકરાણી :- દે. બારીયા 

 દે.બારીયા:ભારતીય સ્ટેટ બેંક અને શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકાના સહયોગથી ડિજિટલ પેમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

દે. બારીયા તા.07

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વનિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત શહેરી આજીવિકા કેન્દ્ર દ્વારા 350 જેટલાં લાભાર્થીઓ ના ફોર્મ ભરવામાં આવ્યા આમ કુલ 35,00,000/- (અંકે રૂપિયા પાંત્રીસ લાખ પુરા ) લોન મારફતે આપવામાં આવશે જેમાં રૂપિયા.10,000/- લોન બેંક મારફતે આપવામાં આવશે જેમાં 7% વ્યાજ સહાય પ્રમાણે લાભ આપવામાં આવશે.. જેની મુદ્દદ એક વર્ષની રહશે. અરજદારોને દર મહિને ડિજિટલ પેમેન્ટ કરશે તો તેને દર મહિને 100 -100 રૂપિયા આમ 12 મહિને 1200 કેસ બેક મળશે. જે માટે લોન મંજુર થયેલ શહેરી ફેરિયાને QR કોડ વાળું સ્ટ્રીકર આપી ખરીદાર પાસે થી કેવી રીતે ડિજિટલ પેમેન્ટ કરાવવું તેની માહિતી આપી. શહેરી આજીવિકા કેન્દ્ર ના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર રવિન્દ્રસિંહ રાઠોડ અને ભારતીય સ્ટેટ બેંક માંથી આવેલ ડિજિટલ પેમેન્ટ ના ટ્રેનર્સ કમલદીપ સીંગ દ્વારા માહીતી આપવામાં આવી.

error: Content is protected !!